આસામ ના મુખ્યમંત્રી હેમંત બિશ્વાજી એ રાજ્ય સ્વાગત ઓન લાઈનની મુલાકાત લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી પાસેથી જન ફરિયાદ ઓન લાઈન નિવારણ માટેના આ ટેકનોલોજી યુક્ત અભિગમની તલ સ્પર્શી જાણકારી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં 2003માં શરૂૂ કરાવેલો આ નવતર અભિગમ ગુડ ગવરનન્સ અને લોક ફરિયાદ નિવારણનું આગવું મોડેલ બન્યો છે તેનાથી આસામના મુખ્યમંત્રી અત્યંત પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રામ,તાલુકા અને જિલ્લા એમ ત્રિસ્તરીય સ્વાગત ઓન લાઈનની સંપૂર્ણ વિગતો આસામના મુખ્યમંત્રીને આપતા કહ્યું કે સ્વાગતમાં આવતી રજૂઆતોના નિવારણની ટકાવારી લગભગ 90 ટકાથી વધુ છે. આ વેળાએ આસામના નાણાં મંત્રી તેમજ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો.વિક્રાંત પાંડે તેમજ ખાસ ફરજ પરના અધિકારીઓ ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
