ડમ્પિંગ પોઇન્ટમાંથી કચરો ઉપાડી અન્ય સ્થળે નાખવા રૂા.65 કરોડનો કોન્ટ્રાક્ટ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર અને કચરાના પોઈન્ટ પર થી કચરો એકત્ર કરવા માટે રૂૂપિયા અઢીસો કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેમ છતાં ગુલાબનગર પાસે ઠલવાઈ…

જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર અને કચરાના પોઈન્ટ પર થી કચરો એકત્ર કરવા માટે રૂૂપિયા અઢીસો કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેમ છતાં ગુલાબનગર પાસે ઠલવાઈ રહેલા કચરાના ડુંગર ને દૂર કરવા અને ત્યાંથી કચરો ઉપાડવા માટે મનપા તંત્રએ વધુ રૂૂ. . 6પ કરોડ નો કોન્ટ્રાક્ટ આપી દીધો છે.
જામનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણા એ મ્યુનિ. કમિશનરને વિસ્તુત આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા સાથે તપાસની માંગણી કરી છે. જે કંપનીન ને કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે જ કંપની પાસેથી શા માટે ડમ્પીંગ પોઈન્ટ પરથી કચરો ઊપાડવાની કામગીરી કરાવવામાં આવતી નથી ?

આ નવો કોન્ટ્રાક્ટ આપીને પ્રજાની તિજોરીમાંથી રૂૂ. 6પ કરોડના કોન્ટ્રાક્ટની લ્હાણી કરી દેવામાં આવી હોવાનું સમજાય છે અને તેમાં મનપાના અધિકારી અને સત્તાધારી પક્ષની મિલીભગતના કારણે આ પ્રકારના કરોડો રૂૂપિયાના ખર્ચા થઈ રહ્યા છે. જે બે કંપનીઓને ડોર-ટુ-ડોર અને કચરાના પોઈન્ટ પરથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે બે કંપનીઓ પાસેથી જ ડમ્પીંગ પોઈન્ટનો કચરો ઉપાડવાની ફરજ પાડવી જોઈએ, જેથી પ્રજાના રૂૂ. 65 કરોડ જેવી માતબર રકમનો ખર્ચ થતો અટકી જશે. આ મામલે તપાસ યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તથા રૂૂ.. 65 કરોડનો નવો કોન્ટ્રાક્ટ રદ્ કરવા તેમણે માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *