મહિલા એશિયા કપનો પ્રારંભ, ટીમ ઇન્ડિયા દુબઇ પહોંચી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા એશિયા કપ 2026 માટે સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઉતરશે.…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા એશિયા કપ 2026 માટે સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગઈ છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઉતરશે. BCCI એ ટીમના દુબઈ આગમનની માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે અને ખેલાડીઓનો વીડિયો પણ શેર કર્યો છે. આજથી આઠ ટીમો વચ્ચે T20 ક્રિકેટની જંગ શરૂૂ થશે. ભારતને ગ્રુપ-અમાં પાકિસ્તાન, થાઈલેન્ડ અને હોંગકોંગ સાથે રાખવામાં આવ્યું છે.

ટીમ ઈન્ડિયા 30 ઓગસ્ટે થાઈલેન્ડ સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 3 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે મુકાબલો થશે. ગ્રુપ તબક્કાની સૌથી ચર્ચિત મેચ 5 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. મહિલા T20 વર્લ્ડ કપ 2026 બાદ બંને ટીમો પ્રથમ વખત સામસામે આવશે.ભારત માટે આ ટૂર્નામેન્ટમાં સૌથી મોટો પડકાર પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનને જાળવી રાખવાનો રહેશે. ભારત એશિયા કપના ઇતિહાસમાં સૌથી સફળ ટીમોમાંની એક છે, પરંતુ 2024ની આવૃત્તિમાં શ્રીલંકાએ ભારતને હરાવીને ટ્રોફી જીતી હતી.

હવે હરમનપ્રીત કૌરની ટીમની નજર ફરી એકવાર ખિતાબ જીતવા અને પાછલી હારનો હિસાબ સરભર કરવા પર રહેશે.આ વખતે મહિલા T20 એશિયા કપ પ્રથમ વખત દુબઈમાં યોજાઈ રહ્યો છે અને ટૂર્નામેન્ટની તમામ 15 મેચ શહેરમાં રમાશે. ભારતે અત્યાર સુધી મહિલા T20 એશિયા કપની પાંચ આવૃત્તિમાં ત્રણ વખત ખિતાબ જીત્યો છે. ટીમમાં હરમનપ્રીત કૌર ઉપરાંત સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ સહિતની સ્ટાર ખેલાડીઓ છે. હવે નજર મેદાન પર ટીમના પ્રદર્શન અને ખાસ કરીને પાકિસ્તાન સામેની ટક્કર પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *