થોડા દિવસ બાદ વર્ષ 2026 એમટીવી વીડિયો મ્યુઝિક એવોર્ડ્સનો ભવ્ય પ્રોગ્રામ લોસ એન્જલસમાં યોજાવા જઇ રહ્યો છે. તે માટે નામી પોપ્યુલર પોપ સિંગર્સને નોમિનેટ કરવામાં આવ્યા છે. આ બધા પોપ સિંગર્સમાં સૌથી મોખરે મેડોનાનું નામ બોલાય છે. અલબત્ત ઢળતી વયે પોપ સિંગર્સમાં મેડોનાનો આજે પણ દબદબો જોવા મળી રહ્યો છે. મેડોના કુલ 11 વોટોથી આગળ છે.
ત્યારબાદ પોપ સિંગર ટેલર સ્વિફ્ટનો નંબર આવી રહ્યો છે. આ સિવાય એરિયાના ગ્રાન્ડે અને સબરિના કાર્પેન્ટરને પણ સાત-સાત વોટ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026 VMAs માં વોટ મેળવનારા અન્ય નામાંકિત સેલિબ્રિટીઝમાં બ્રૂનો માર્સ, જારા લાર્સન અને પિંક પેન્થર્સનો પણ સમાવેશ થાય છે. આ તમામને પાંચ જેટલા વોટ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ટખઅત લોસ એન્જેલસના પીકોક થિયેટરમાં યોજાવા જઇ રહ્યો છે. અંદાજિત બે કલાકનો આ શો 27 સપ્ટેમ્બર, 2026ના રોજ એર કરવામાં આવશે. શોના હોસ્ટ વિશે હજી કોઇ નામ જાહેર કરવામાં આવ્યું નથી.
