નેપાળ ટ્રેજેડી: 270ના મોત, 300 ભારતીયો સહિત 1500થી વધુ લાપતા

લાપતા ભારતીયોમાં તામિલનાડુના 37, બંગાળના 30નો સમાવેશ: ઇશા ફાઉન્ડેશનના 77 સભ્યો સંપર્કવિહોણા: ખેડૂત નેતા ટિકૈત સુરક્ષિત નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં…

લાપતા ભારતીયોમાં તામિલનાડુના 37, બંગાળના 30નો સમાવેશ: ઇશા ફાઉન્ડેશનના 77 સભ્યો સંપર્કવિહોણા: ખેડૂત નેતા ટિકૈત સુરક્ષિત

નેપાળના રસુવા ક્ષેત્રમાં અચાનક આવેલા વિનાશક પૂરે હિમાલયન ક્ષેત્રમાં ભયાનક તબાહી મચાવી છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં 270થી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ તમામના શબ હાથ લાગ્યા છે. સેંકડો લોકો હજુ પણ ગુમ છે. આ ગંભીર સંકટ વચ્ચે સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં આશરે 300 ભારતીય નાગરિકો સહિત 826 લોકો લાપતા છે. ચીની મીડીયા અનુસાર તિબેટના ગાયરોંગ કાઉન્ટીમાં 558 લોકોનો પતો નથી. ચીની વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ તેના સો લોકો લાપતા છે. નેપાળ અને ચિનના સરહદી વિસ્તારમાં ગુમ મનાતા લોકોની સંખ્યા 1500થી વધુ થાય છે.

અગાઉ નેપાળ ટુરિઝમ બોર્ડના કાર્યકારી મુખ્ય કાર્યકારી અધિકારી હિકમત સિંહ આયરે જણાવ્યું હતું કે પ્રવાસીઓ વિવિધ ટૂર અને ટ્રાવેલ કંપનીઓ દ્વારા ગોસાઈકુંડ અને કૈલાશ માનસરોવર ગયા હતા. ગુમ થયેલા લોકોમાંથી 203 પુરુષ અને 200 મહિલા છે.

ભારતીય નાગરિકો સૌથી મોટા જૂથમાં સામેલ છે, જેમાં 133 ગુમ થયાની જાણ થઈ છે. આ યાદીમાં 47 અમેરિકનો, 34 ઓસ્ટ્રેલિયન, 33 બ્રિટન, 24 કેનેડિયન, 19 મલેશિયન, સાત યુક્રેનિયન, સિંગાપોર અને દક્ષિણ આફ્રિકાના છ-છ અને ન્યુઝીલેન્ડ અને જાપાનના પાંચ-પાંચ પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. નેપાળ ટુરિઝમ બોર્ડે જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોમાં 25 થી વધુ દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે, જેમાં જર્મની, ફ્રાન્સ, રશિયા, સ્પેન, આયર્લેન્ડ અને નેધરલેન્ડના નાગરિકોનો સમાવેશ થાય છે.

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરતાં જણાવ્યું કે પ્રાથમિક આંકલન મુજબ માત્ર ગણતરીના કલાકોમાં જ એક પછી એક આખા શહેરો તબાહ થઈ ગયા છે અને સેંકડો પરિવારોએ પોતાના આશિયાના ગુમાવી દીધા છે.

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે કહ્યું કે, જે વિસ્તારમાં આ પૂરનું તાંડવ જોવા મળ્યું છે, તે કૈલાશ માનસરોવર યાત્રાનો મુખ્ય પારંપરિક માર્ગ છે. મોટાભાગના વિદેશી અને ભારતીય શ્રદ્ધાળુઓ આ જ રૂૂટ પરથી યાત્રા આગળ વધારતા હોય છે.

પૂરના કારણે સંદેશાવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ જતાં હાલ આશરે 300 ભારતીયો સાથે સંપર્ક થઈ શકતો નથી. નેપાળ સરકાર વિદેશી દૂતાવાસો સાથે સંકલન કરીને આ તમામ નાગરિકોને શોધવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા સક્રિય બની છે.

અહેવાલો મુજબ તમિલનાડુથી ગયેલા 57 પ્રવાસીઓમાંથી 37 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી, જ્યારે 20 લોકો સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે. આ તમામ હિમાલય સ્થિત એક મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા. એવી જ રીતે બંગાળના 30 અને મહારાષ્ટ્રના સાત લોકો સામેલ છે. ખેડુત નેતા રાકેશ ટિકૈત પોખરામાં ફસાયા છે પણ સુરક્ષીત છે.

કોઈમ્બતુર સ્થિત સંસ્થાના 77 સભ્યો જે ઇમિગ્રેશન સેન્ટર પર હાજર હતા તેઓ લાપતા છે. સંસ્થાના સ્થાપક સદ્ગુરુએ જણાવ્યું કે, ઇમિગ્રેશન ઓફિસમાં ઉપસ્થિત લોકો પૈકી કોઈના વિશે પણ હજુ સુધી સત્તાવાર માહિતી મળી શકી નથી. જોકે, અન્ય 495 લોકો સુરક્ષિત રીતે પરત આવી ગયા છે.

21 ભારતીયોનું રેસ્કયુ: વિદેશ મંત્રાલય
નેપાળની કુદરતી આફત વિશે આજે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 288 ભારતીયો લાપતા છે. જયારે 21ને બચાવી લેવાયા છે. આ તમામ લોકો તામિલનાડુના છે. પ્રવકતાએ જણાવ્યું હતું કે ભારત સરકાર પરિસ્થિતિ પર
બારીકાઇથી નજર રાખી રહી છે અને નેપાળ સરકાર
સાથે સતત સંપર્કમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *