ઉનાના નાંદરખ ગામે વાડીએ સૂતેલા યુવાન ઉપર વનરાજનો ઘાતક હુમલો

ઉના તાલુકાના નાંદરખ ગામમાં એક યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને પગમાં ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.…

ઉના તાલુકાના નાંદરખ ગામમાં એક યુવાન પર સિંહે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવાનને પગમાં ઈજા પહોંચી હતી, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

નાંદરખ ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા અજયસિંહ ગોહિલ રાત્રે વાડીના મકાન પાસેની ઓસરીમાં સૂતા હતા. વહેલી સવારે એક સિંહ ત્યાં આવી પહોંચ્યો અને શિકારના ઇરાદે અજયસિંહ પર હુમલો કર્યો. સિંહે તેના પગના ભાગે નખ મારતા ઈજા થઈ હતી.

હુમલા બાદ અજયસિંહે બૂમો પાડતા સિંહત્યાંથીભાગી ગયો હતો. પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો. ઈજાગ્રસ્ત અજયસિંહને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વાડી વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

આ ઉપરાંત, ઉના તાલુકાના ખાપટ ગામની સીમમાંથી એક દીપડીનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગને જાણ કરાતા, તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડીના મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂૂ કરી હતી.
RFO કુલદીપ ચૌહાણે જણાવ્યું હતું કે, મૃત દીપડીની ઉંમર આશરે 12 થી 14 વર્ષની છે. પ્રાથમિક તપાસમાં દીપડીનું મોત અન્ય વન્યપ્રાણી સાથેની લડાઈ (ઇનફાઇટ) માં થયું હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા વન્યપ્રાણી ના હુમલા ના કારણે લોકો મા ભય વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *