રાજકોટમાં માદક પદાર્થોનું વધતુ દૂષણ, 78 હજારના ડ્રગ્સ સામે પેડલર ઝડપાયો

શહેરમાં નશીલા પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે. યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા પોલીસે માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. એસઓજી નશાના…

શહેરમાં નશીલા પદાર્થોનું દૂષણ વધી રહ્યું છે. યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા પોલીસે માદક પદાર્થોની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. એસઓજી નશાના કારોબારને તોડી પાડવા કાર્યવાહી કરી રહી છે. ત્યારે બાતમીના આધારે કુવાડવા-વાંકાનેર ચોકડી પાસેથી રૂૂ. 74,820ના મફેડ્રોન ડ્રગ્સ સાથે પેડલરને ઝડપી લીધો હતો જયારે કલેકટર કચેરી પાસેથી રૂૂ.67 હજારના ગાંજા સાથે પ્ર.નગર પોલીસે સગીરને ઝડપી લીધો હતો.

રાજકોટ એસઓજીના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળી હતી કે કુવાડવા-વાંકાનેર ચોકડી પાસે ભગીરથ એસોસિએટ્સ પ્રાઈવેટ લિમિટેડ બેસ કેમ્પની સામે એક શખ્સ બલેનો કારમાં માદક પદાર્થ લઈને આવી રહ્યો છે. પી.આઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી બલેનો કારમાં આવેલા સૂર્યોદય કો.ઓપ. હાઉસિંગ સોસાયટી, શેરી નં.1, પ્લોટ નં.30, કોઠારિયા રોડ ઉપર રહેતા મહાવીરસિંહ ઉર્ફે કાઠી ઉર્ફે મહાવીર જોરૂૂભા વાળા ને રૂૂ. 74,820ની કિંમતનો 24.940 ગ્રામ મફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લઇ ડ્રગ્સ સહિત કુલ રૂૂ. 7,89,720નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મહાવીરસિંહ સામે અગાઉ હત્યા સહિત 3 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બીજા દરોડામાં પ્રદ્યુમ્નનગર પોલીસે મોચીબજાર કોર્ટ પાસે રહેતા 17 વર્ષના સગીરને બલેનો કાર નંબર જીજે-03-પી.આર-5777 માંથી રૂૂ.67 હજારની કિંમતનો 1.340 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે માદક પદાર્થ, મારુતિ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂૂ. 5.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નર્મદા પાર્કમાં પિસ્તોલ સાથે કુખ્યાત શખ્સની ધરપકડ
શહેરના નર્મદા પાર્ક ફ્લેટ નં. 4 માં રહેતા શખસના પાસે હથિયાર હોવાની માહિતીને આધારે એસઓજી ના પી.આઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ બી.વી. ચૂડાસમા અને તેમની ટીમે દરોડો પાડી ગુરુજીનગર ક્વાર્ટર, સાધુ વાસવાણી રોડ)પારસ ઉર્ફે પાર્લેજી લક્ષ્મણ પરમારને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પારસ પરમાર અગાઉ પણ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચોપડે ચડી ચૂક્યો છે. હાલ પોલીસે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *