ગુનો નોંધ્યા પછી આરોપીને જવા દીધો
તેલંગાણાની રાજધાની હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક મોલ બહાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી એસ્ટન માર્ટિન કારની ટક્કરથી 26 વર્ષીય યુવતીનું કરુણ મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે કાર આંધ્રપ્રદેશના રાજ્યસભા સાંસદ લિંગમનેની રમેશનો 23 વર્ષીય પુત્ર લિંગમનેની સંજુશ ચલાવી રહ્યો હતો.
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવતીની ઓળખ 26 વર્ષીય ભારતી મુખી તરીકે થઈ છે, જે તે જ મોલમાં સેલ્સવુમન તરીકે નોકરી કરતી હતી. આ મામલે મોલના સ્ટોર મેનેજર પંજાલા અશ્વિન કુમારની ફરિયાદના આધારે પોલીસે સાંસદના પુત્ર સંજુશ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1) હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે, આ ગુનો જામીનપાત્ર હોવાથી પોલીસે તેની ધરપકડ કરવાના બદલે નોટિસ પાઠવી આગળની કાનૂની તપાસ શરૂૂ કરી છે.
