જય રામનાથ, હરે કૃષ્ણ, ૐ સાંઈ અને એન્જલ રેસ્ટોરેન્ટ સીલ

શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં…

શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ ઝુંબેશ ચાલી રહી છે. દરમિયાન કુલ મળી 47 પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત 50 ઊંલ અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ 05 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂૂ.17,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ ઋજજ-એક્ટ હેઠળ 04 ફરાળી પેટીસ/ફરાળી લોટ ના નમૂના લેવામાં આવેલ. 04 પેઢીને સીલ કરવામાં આવેલ. ચેકીંગ દરમિયાન કોઠારીયા રોડ પર જય રામનાથ ચાઈનીજ- પંજાબી, હરેકૃષ્ણ રેસ્ટોરેન્ટ, યુનિવર્સિટી રોડ પર ઓમ સાંઇ ચાઇનીઝ- પાઉંભાજી અને એન્જલ ચાઇનીઝ પંજાબી સીલ કરવામાં આવ્યા હતા.

જય રામનાથ ચાઇનીઝ પંજાબી -માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે વાસી તથા અખાદ્ય મંચૂરિયન, અન્ય પ્રિપેર્ડ ફૂડ નો કુલ મળી 13 સલ સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપી રૂૂ.3000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જયારે હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ (શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગ) પેઢીમાં અમાન્ય ફૂડ કલર મળી આવેલ. વાસી ખાદ્ય ચીજ નો કુલ મળી 8 સલ સ્થળ પર નાશ કરવામાં આવેલ.

પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ રૂૂ.3000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ઉપરાંત ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ (ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ) પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. ફ્રીજમાં સંગ્રહેલ વાસી ગ્રેવી, પાઉંભાજી તેમજ બાફેલા સલાડ નો કુલ મળી 11 સલ જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂૂ.5000નો દંડ કરાયો હતો. જયારે એન્જલ ચાઇનીઝ પંજાબી (ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ) પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. વાસી પ્રિપેર્ડ ફૂડ તેમજ સડેલા શાકભાજી નો કુલ મળી 18 સલ સ્થળ પર નાશ કરી રૂૂ.5000/- વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *