બદલી બાદ જતા જતા પણ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા સાથણીદારોને જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપતા ગયા

ચોટીલા તાલુકામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા સાથણીના હક્કના કબજા સોંપવાની કામગીરીને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણા તથા મામલતદાર, ઉપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વેગ…

ચોટીલા તાલુકામાં વર્ષોથી પેન્ડિંગ રહેલા સાથણીના હક્કના કબજા સોંપવાની કામગીરીને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.ટી. મકવાણા તથા મામલતદાર, ઉપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વેગ આપવામાં આવ્યો છે. બદલી બાદ ચોટીલા છોડતા પહેલા પણ વર્ષોથી કબજાથી વંચિત રહેલા સાથણીદારોને તેમના હક્કની જમીનનો કબજો સોંપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

ચોટીલા તાલુકાના આણંદપુર, કંથારિયા, આંકડિયા, પરબડી, મોણપર, વડાલી, ગોલીડા સહિતના ગામોમાં વર્ષ 2006થી કુલ 508 સાથણીના હુકમો થયેલા હતા. તે પૈકી 289 લાભાર્થીઓ સાથણીની જમીનના વાસ્તવિક કબજાથી વંચિત હતા.

આ તમામ પેન્ડિંગ કબજાઓના નિકાલ માટે છેલ્લા છ મહિનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સરકારી જમીનની ઓળખ કરી, જરૂૂરી માપણી કરાવી અને બે-બે એકરના બ્લોક તૈયાર કરવામાં આવ્યા હતા. કુલ 586 એકર જમીન સાથણીદારોને કબજો સોંપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
આજરોજ સ્થળ પર જઈને ચિઠ્ઠી દ્વારા પારદર્શક ડ્રો પદ્ધતિથી જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 57 સાથણીદારોને બે-બે એકર મુજબ કુલ 114 એકર જમીનના સર્વે નંબરો સાથે પ્રત્યક્ષ કબજા સોંપવામાં આવ્યા હતા. આ તમામ સાથણીદારો આણંદપુર ગામના રહેવાસી હતા અને તેમને સખપર તથા આણંદપુર ગામની જમીનમાં પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *