100થી 500 ચો.ફૂટ જગ્યા માટે માસિક રૂા.500થી 3000 સુધીનું ભાડુ: AOP બનાવી હોદ્દેદારોએ સંચાલન કરવાનું રહેશે
રાજકોટના ભુલકાઓ માટે મેયર ડો.નેહલ શુકલે આવકારદાયક નિર્ણય લીધો છે. ત્રણેય ઝોનમાં ચકરડી- રાઇડસ માટે અલગથી હોકર્સ ઝોન બનાવવા જનરલ બોર્ડમાં અરજન્ટ ઠરાવ આજે જનરલ બોર્ડમાં કરાયો હતો. 100થી 500 થી 3000 સુધીનું નિયત કરાયું છે. રાઇડસ ઝોનમાં જગ્યા ભાડે આપવા 19 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે.
શહેરના ત્રણેય ઝોનમાં રાઈડસધારકો માટેના એક-એક હોકર્સ ઝોન બનાવી, 02(બે) વર્ષ માટે રાઈડસ ધારકોને જગ્યા ફાળવવામાં આવશે. અરજીઓ મંગાવી, ડ્રોથી રાઈડસ ધારકોની પસંદગી કરવાની રહેશે. આ હોકર્સ ઝોનમાં હાલમાં રેસકોર્ષમાં જગ્યા ફાળવવામાં આવેલ રાઈડસધારકોનો અગ્રતા આપી, સમાવેશ ત્યારબાદ ખાલી રહેતી જગ્યામાં અન્ય રાઈડસ ધારકો સમાવાશે. 4. એક પરિવારમાંથી એક જ સભ્યને જગ્યા ફાળવવામાં આવશે.
જે રાઈડસ ધારકોની જગ્યા ફાળવવા માટે પસંદગી કરવામાં આવે તે રાઈડસ ધારકોએ દરેક પ્લોટ વાઈઝ એક એઓપી બનાવવાનું રહેશે. એઓપી દ્વારા પ્રતિ સભ્ય દીઠ રૂૂ.5000/-(અંકે રૂૂપિયા પાંચ હજાર પુરા) મુજબની ડીપોઝીટની રકમ મહાનગરપાલિકામાં એડવાન્સ ભરપાઈ કરવાની રહેશે. ગંદકી કરવાના કિસ્સામાં રૂૂ.1000/-(અંકે રૂૂપિયા એક હજાર પુરા) મુજબની પેનલ્ટી કરવામાં આવશે.
રાઈડસ ધારકોએ ત્રણ મહિનાનું એડવાન્સ ભાડુ જે તે ક્વાર્ટરની શરૂૂઆતના દિન-7(સાત)માં મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાનું રહેશે. ક્વાર્ટરની શરૂૂઆતના દિન-30(ત્રીસ) સુધીમાં એડવાન્સ ભાડુ નહિ ભરવાના કિસ્સામાં રાઈડસ ધારકને ભાડા ઉપરાંત રૂૂ.2000/-(અંકે રૂૂપિયા બે હજાર પુરા)ની પેનલ્ટી કરવામાં આવશે. દિન-30(ત્રીસ) બાદ પણ ભાડુ નહિ ભરવાના કિસ્સામાં રાઈડસ ધારકની જગ્યાની ફાળવણી રદ કરવામાં આવશે. રાઈડસ ધારકોએ સરકારની રાઈડ સેફ્ટી ઈન્સપેક્શન કમિટીનું લાયસન્સ/મુક્તિ પ્રમાણ પત્ર મેળવવાનું રહેશે પ્રમાણ પત્રની નકલ એઓપી મારફત પાલિકામાં જમા કરાવવાની રહેશે.
