કાલે જનરલ બોર્ડ, આજી રિવર ફ્રન્ટ-નદી સફાઇ મુદ્દે વિપક્ષે દારૂગોળો ભર્યો

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આવતીકાલ તા. 20મીએ મળી રહી છે. આ બેકઠમાં ફરી એકવાર કોંગ્રેસના કોર્પોરેટરો આજી રીવર ફ્રન્ટ અને આજી નદીની સફાઇ મુદ્દે…

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આવતીકાલ તા. 20મીએ મળી રહી છે. આ બેકઠમાં ફરી એકવાર કોંગ્રેસના કોર્પોરેટરો આજી રીવર ફ્રન્ટ અને આજી નદીની સફાઇ મુદ્દે અધિકારીઓને ભીંસમાં લેશે. આ બેઠકમાં ભાજપના 11 કોર્પોરેટરોએ 24 અને કોંગ્રેેસના સાત કોર્પોરેટરોએ 18 પ્રશ્રો પુછ્યા છે. વોર્ડ નં.5ના કોર્પોરેટર સંજયભાઇ ચાવડાનો સિટી બસ સેવા સંબંધિત આરઆરએલ મેનેજરને પુછાયેલા પ્રશ્ર્ન સહિત ત્રણ પ્રશ્ર્નો પહેલા ક્રમે છે. જ્યારે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણીના ત્રણ પ્રશ્ર્ન બીજા ક્રમે છે. મકબુલભાઇ દાઉદાણીએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટીપી શાખા અનેે આરોગ્ય વિભાગની કામગીરી સંબંધિત પ્રશ્ર્નો ર્ક્યા છે.

જનરલ બોર્ડની બેઠકમાં આ વખતે કુલ 42 પ્રશ્ર્નો છે. બીજો પ્રશ્ન કોગ્રેસના વોર્ડ નં.15ના કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણીએ આજી નદીમાં ગાંડીવેલ કાઢવા બાબત શું કાર્યવાહી, 2012માં રિવર ફ્રન્ટ જાહેર કર્યા ત્યારથી આજ સુધી મહાનગરપાલિકા દ્વારા કેટલા રૂૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે તેમજ શું કામગીરી કરવામાં આવી છે શું ખરીદી કરવામાં આવી છે જે ખરીદી કરવામાં આવેલા હોય એ સાધનોને યાદી અને હાલ સ્થિતિની વિગતો માંગી છે આ સિવાય તેઓએ મહાનગરપાલિકાની છેલ્લા છ માસની તમામ શાખાની કામગીરીની વિગતો અને 1 થી 18 વોર્ડ માં રાત્રિના સમયે અનેક નાના મોટા રોડમાં કોમ્પ્રેસર મશીન, રોડ સ્વીપર મશીન અથવા સ્ટ્રીટ સ્વીપર દ્વારા રોડને સફાઈ કરવામાં આવે છે તો તે કોન્ટ્રાક્ટ કઈ તારીખ થી કઈ તારીખ સુધી કેટલા સમય માટે કોઈ કંપની અથવા એજન્સીને રાજકોટના કેટલા અને કયાં કયાં રોડના નામ સાથે સંપૂર્ણ વિગતો આપવા અને એક થી 18 વોર્ડમાં કેટલા કમ્પ્રેસર વાહનો છે અને રાત્રે કયા સમયથી કેટલા સમય સુધીમાં રોડ સાફ કરવાના હોય તેની સંપૂર્ણ વિગત માગી છે.

વોર્ડ નં.5ના રસિલાબેન સાકરીયાએ ત્રણેય ઝોનના સિટી ઇજનેરો સંબંધિત કામગીરીની વિગતો માંગી છે. વોર્ડ નં.15ના કોંગ્રેસના કોર્પોરેટર સુધાબા વાઘેલાએ રાજકોટમાં છેલ્લા બે મહિનામાં નોંધાયેલા પાણીજન્ય રોગના કેસના આંકડા માંગ્યા છે. છેલ્લા બે મહિનામાં વરસાદી સિઝનના કારણે કેટલા રસ્તાઓનું ધોવાણ થયું છે કેટલા રસ્તાઓનો ડામર ઉખડી ગયો છે અને ફરી રીપેર કરવા માટે કેટલો ખર્ચ થશે એના અંદાજિત આંકડાઓ જાહેર કરવા સંબંધિત પ્રશ્ર્ન ર્ક્યો છે.

આ વોર્ડના જ કોંગ્રેસના કોર્પોરેટર મનિષાબેન રોજાસરાએ મહાનગરપાલિકામાં ઝેરોક્ષ માટે કોન્ટ્રાક્ટ એજન્સીને આપવામાં આવ્યો છે તે એજન્સીને એક ઝેરોક્ષ કોપીના કેટલા રૂૂપિયા કોર્પોરેશન ચૂકવી રહી છે. એજન્સી પાસે કેટલા વર્ષોથી ઝેરોક્ષ કોપી કાઢવાનો કોન્ટ્રાક્ટ છે અને કેટલા વર્ષથી છે. કેટલા વર્ષ માટે છે મહાનગરપાલિકામાં જુદા જુદા કેટલા વિભાગો છે અને દરેક વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષમાં અથવા આ એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં દરેક વિભાગોમાં વર્ષે કેટલી કોપી ઝેરોક્ષ થાય છે અને બિલ સહિત એજન્સીને ચૂકવેલા નાણા સહિતનો હિસાબ માંગ્યો છે. દરેક વિભાગ દ્વારા કરવામાં આવેલી ઝેરોક્ષની નકલોની માહિતી માંગી છે.

ઉપરાંત હાલ કેટલી સીટી બસ કાર્યશીલ છે કઈ કઈ પ્રકારની તેમાં કેટલા ડ્રાઈવરો વીમા લાઇસન્સ પીયુસી સહિતની તમામ વિગતો આપી સીટી બસમાં ડ્રાઇવર પૂરતા નથી હોતા. સીટી બસ ને લગતી તમામ વિગતો જાહેર કરવા, વોર્ડ નં.8ના કોર્પોરેટર પ્રવિણભાઇ સેગલીયા દ્વારા વોટર મેનેજમેન્ટ યુનિટ સંબંધિત ત્રણેય ઝોનની વિગતો માગી છે વોર્ડ નં.16ના દિપ્તીબેન સોલંકીએ પણ વોટર મેનેજમેન્ટ યુનિટ સંબંધિત વિગતો માગી છે.વોર્ડ નં.16ના રસિલાબેન ગેરૈયાએ સ્માર્ટ સિટી, સોલિડ વેસ્ટ, પાર્કસ એન્ડ ગાર્ડન, ઇબ્રાહિમભાઇ સોરાએ ટાઉન પ્લાનિંગગ અને ઇસ્ટઝોન સંબંધિત પ્રશ્ર્નો કર્યા છે. આ સિવાય વોર્ડ નં.16ના કોંગ્રેસના અર્જુનભાઇ સોરાએ ટીપી શાખા, જન કલ્યાણ યોજના, ડસ્ટબીન વિતરણ, વોર્ડ નં.8ના કિરણબેન માંકડિયાએ વોટર મેનેજમેન્ટ યુનિટ સંબંધિત પ્રશ્ર્ન ર્ક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *