માલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયો

શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન તબક્કાવાર કાર્યવાહી કરીને હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવતા અને…

શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન તબક્કાવાર કાર્યવાહી કરીને હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવતા અને ચાર અગાઉ દેશી બનાવટની 4 પિસ્તોલ સપ્લાયમાં વોન્ટેડ સાયલાના ગરાંભડીના શખ્સ ને માલીયાસણ પાસેથી ચાર પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ચાર મળી કુલ 8 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરી વધુ તપાસ શરૂૂ કરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની ટીમે ગેરકાયદેસર શસ્ત્રો સામે કડક ઝુંબેશ શરૂૂ કરી હતી. દરમિયાન પીએસઆઈ એ.એન. પરમાર અને તેમની ટીમના અર્જુનભાઈ ડવ, કોન્સ્ટેબલ ગોપાલભાઈ પાટીલ અને મયૂરધ્વજસિંહ જાડેજાને ચોક્કસ મળેલી બાતમીને આધારે કુવાડવા ગામથી વાંકાનેર તરફ જતા રોડ પર વોચ ગોઠવીને વિજય મસરૂૂભાઈ બાવળીયા (ઉં.વ.31, રહે. ઢીંકવાળી, તા. સાયલા, સુરેન્દ્રનગર) અને રીપલાભાઈ ઉર્ફે વિપુલભાઈ કાગડીયાભાઈ રાઠવા (ઉં.વ.41, રહે. ગાંઠીયા, તા. છોટાઉદેપુર) ને ત્રણ પિસ્તોલ અને એક દેશી તમંચા સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપી વિજય બાવળીયા સામે અગાઉ સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં પ્રોહિબિશન તથા મારામારીના ગુના નોંધાયેલા છે.

અગાઉ પકડાયેલા હથિયારોના ગુનાની તપાસ આગળ ધપાવતા, આ કેસમાં હથિયાર સપ્લાય કરનાર તરીકે સાયલાના ગરાંભડી ગામના ઘીરાભાઈ મોહનભાઈ કુકડીયાનું નામ ખુલ્યું હતું. તે છેલ્લા એક મહિનાથી વોન્ટેડ હોય અને તે રાજકોટ તરફ આવતો હોવાની ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઈ સબાડ અને મોહિલરાજસિંહ ગોહિલને ચોક્કસ માહિતી મળી હતી, ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફના વોચ ગોઠવી ઘીરાભાઈ કુકડીયાને દબોચી લીધો હતો.

તેની પાસેથી વધુ 2 દેશી પિસ્તોલ (કિં. રૂૂ. 50,000) અને 2 દેશી તમંચા (કિં. રૂૂ. 30,000) મળી કુલ રૂૂ. 80,000ની કિંમતના 4 ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપી ઘીરાભાઈ સામે પણ અગાઉ થાનગઢ પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. આમ, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે એક જ ગુનાના તાર સાંકળીને કુલ 8 ગેરકાયદેસર હથિયારો (5 દેશી પિસ્તોલ અને 3 દેશી તમંચા) જપ્ત કર્યા છે. આ હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને રાજકોટમાં કોને આપવાના હતા તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *