ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયો

શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો…

શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ઓરિસ્સાથી સ્ટીલના પાઈપની ટ્રકમાં ચોરખાનું બનાવી તેની આડમાં ઘુસાડેલ 1 કરોડના ગાંજા સાથે ટ્રક ચાલક અને તેના સાગરિતને એસઓજીએ ઝડપી લઇ ગાંજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બન્નેની પુછપરછમાં સપ્લાયર સહીત બે શખ્સોના નામ ખુલ્યા છે.એસઓજીએ રાજકોટના ઈતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી લઇ માદક પદાર્થો ની હેરાફરી કરતા પેડલર અને ડ્રગ્સ માફિયા સામે કાર્યવાહી કરી છે.
આગામી જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા SAY NO TO DRUGS મિશન અંતર્ગત માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેર એસઓજીની ટીમે મોટું ઓપરેશન પાર પાડીને અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર નજીકથી ટ્રક નંબર જીજે-03-બી.વી 5112 માંથી રૂૂ.1.02 કરોડથી વધુની કિંમતનો 204.900 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ભરેલ ટ્રક સાથે મહમંદ ઉર્ફે કાળો હુશેનભાઈ ઉર્ફે કડીબાપુ સર્વદી (ઉં.વ. 26, ધંધો: ડ્રાઇવિંગ, રહે. આહીરના મકાનમાં ભાડેથી, રાજકોટ), અરબાઝ સલીમભાઈ સંધી (ઉં.વ. 27, ધંધો: ડ્રાઇવિંગ, રહે. સેફી પાર્ક, ભગવતીપરા, રાજકોટ)ની ધરપકડ ટ્રક અને અન્ય સાધન-સામગ્રી સહિત કુલ રૂૂ.1,55,73,730 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બન્નેની પુછપરછમાં આ ગાંજાનો જથ્થો અરીસ્સાથી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રમીઝ ઉર્ફે માયો રફીકભાઈ અને અમિત ઉર્ફે ગુરખો નામના શખ્સે સ્પલાય કર્યો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે રમીઝ ઉર્ફે માયો અને અમિત ઉર્ફે ગુરખો બંને પકડવા માટે તપાસ શરૂૂ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એન.બી.ચૌધરી,પીએસઆઈ બી.વી.ચુડાસમા,વી.વી.ધ્રાંગુ,એમ.વી.જાડેજા સાથે તથા ડી.સી.બી.ના પીએસઆઈ દિવ્યેશભાઈ મહેતા,એ.એસ.આઈ. અરૂૂણભાઈ બાંભણીયા , રાજેશભાઈ બાળા , સિધ્ધરાજસિંહ જાડેજા , વિરેન્દ્રસિંહ ઝાલા , ઈન્દ્રસિંહ જાડેજા , ફિરોજભાઈ રાઠોડ, સ્નેહભાઈ ભાદરકા , જયદિપસિંહ ચૌહાણ , ઉપેન્દ્રસિંહ ઝાલા , દિગ્વિજયસિંહ ગોહિલ , હરદેવસિંહ જાડેજા , ધર્મેન્દ્રસિંહ ઝાલા , યોગરાજસિંહ ગોહિલ , રવિભાઈ ધગલ , યશપાલસિંહ ઝાલા , યોગેન્દ્રસિંહ ઝાલા , અનોપસિંહ ઝાલા , જયપાલસિંહ ઝાલા , ધ્રુવરાજસિંહ ગોહિલ,મહાવીરસિંહ જાડેજા, નિર્મળસિંહ જયેન્દ્રસિંહ મહિલા પોલીસ કોન્સ્ટેબલ મોનાબેન બુસા, ડી.સી.બી.ના સંજયકુમાર રૂૂપાપરા , સુભાષભાઈ ઘોઘારી , શિવભદ્રસિંહ જાડેજા, રવિરાજસિંગ મકવાણાએ કામગીરી કરી હતી,પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી કે.એમ.તાવીયાએ અભિપ્રાય આપ્યો હતો.

રાજકોટના બે શખ્સોનું ઓરિસ્સામાં મકાન ભાડે રાખી ગાંજા સપ્લાયનું નેટવર્ક
એસ.ઓ.જી. શાખાના પી.આઈ એન.બી. ચૌધરી અને તેમની ટીમને ચોક્કસ બાતમીના આધારે 1 કરોડાનો ગાંજો ઘૂસાડનાર માયો નામના શખ્સનો મોબાઈલ નંબર ટ્રેસ કરીને માહિતી મેળવી હતી કે, આરોપી અરબાઝ સલીમભાઈ સંધી અને મહમંદ હુશેન સર્વદી એક ટ્રક નંબર જીજે-03-બી.વી-5112 માં માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ભરીને અમદાવાદ-રાજકોટ હાઇવે પરથી પસાર થવાના છે,જેના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.એસઓજીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલા આરોપીઓને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા રમીઝ ઉર્ફે માયો રફીકભાઈ નામના ઈસમે એક ટ્રીપના રૂૂ. 20,000 આપવાનું નક્કી કરીને ઓડિશા ગાંજાનો જથ્થો લેવા મોકલ્યા હતા. આ ઉપરાંત મોરબી રોડ પર હડાળા મોમાઈ હોટેલ પાછળ રહેતા અમિત ઉર્ફે ગુરખો નામના ઈસમે ઓડિશા ખાતેથી આ ગાંજાના જથ્થાની વ્યવસ્થા કરાવી આપી હતી.અમિતે ઓરિસ્સામાં મકાન ભાડે રાખી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગાંજા સપ્લાયનું નેટવર્ક શરૂૂ કર્યું હતું. ઓરિસ્સાના દુર્ગમ વિસ્તાર જ્યાં કેટલાક ગામોમાં ગાંજાની ખેતી થાય છે ત્યાંથી મોટા પ્રમાણમાં ગાંજો ખરીદ કરી ટ્રક માં ચોર ખાનું બનાવી ગાંજો રાજકોટ મોકલતો હતો, અગાઉ પણ 100 કિલો જેટલો ગાંજો તે સપ્લાય કરી ચુક્યો છે, ઓરિસ્સાથી રાજકોટ ગાંજા સપ્લાયના નેટવર્ક માં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે તપાસમાં બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *