લાંબો કાર્યક્રમ હોવાથી વર્લ્ડ કપમાં રમવા સામે પ્રશ્ર્નાર્થ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ અંગે ચર્ચાઓ ફરી શરૂૂ થઈ છે. આ વખતે, ચાહકોને આ કારણ યોગ્ય લાગે છે. હકીકતમાં, સોની નેટવર્કે રોહિત શર્મા અંગે એક મોટી જાહેરાત કરી છે. રોહિત શર્માએ પોતે સોની લિવ અને સોની ટીવીને ટેગ કરીને એક પોસ્ટ પોસ્ટ કરી હતી. સોની નેટવર્કે પણ પાછળથી જણાવ્યું હતું કે આ સૌથી મોટું મનોરંજન ડેબ્યૂ થવાનું છે. હવે, એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા 6 મહિના લાંબા શોનું આયોજન કરશે, જે દર શનિવાર અને રવિવારે ટેલિકાસ્ટ અને સ્ટ્રીમ કરવામાં આવશે. સ્પો
ર્ટ્સ યારી નામની યુટ્યુબ ચેનલનો દાવો છે કે રોહિત શર્મા આ શોમાં વ્યસ્ત રહેશે અને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં. જો કે, એવું બહાર આવી રહ્યું છે કે તેના માટે નિવૃત્તિ સિરીઝનું આયોજન થઈ શકે છે, સંભવત: સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરેલુ મેદાન પર ત્રણ મેચની ઓડીઆઇ શ્રેણી રમાઈ શકે છે. આ શ્રેણીની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ છે. આ પછી, ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડમાં ઓડીઆઇ શ્રેણી રમશે. જો રોહિત શર્મા ખરેખર આટલો લાંબો કાર્યક્રમ સતત હોસ્ટ કરે છે, તો તેના માટે ક્રિકેટ માટે સમય કાઢવો મુશ્કેલ બનશે, અને ન્યુઝીલેન્ડ પ્રવાસ પણ અનિશ્ચિત રહેશે.
આટલું જ નહીં, લગભગ 6 મહિનાથી ક્રિકેટથી દૂર રહેવું અને ફક્ત એક જ ફોર્મેટ રમવું એ સૂચવે છે કે તેણે વર્લ્ડ કપ 2027 છોડી દીધો છે. જો કે, સોની નેટવર્ક કે રોહિત શર્મા તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી કે તેનો મનોરંજન ડેબ્યૂ ખરેખર શો, એપિસોડ અથવા એક કે બે દિવસના કાર્યક્રમમાં થશે કે નહીં. વર્લ્ડ કપ હજુ થોડો સમય દૂર છે, પરંતુ અહેવાલો સૂચવે છે કે રોહિત ફરીથી વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.
