શારીરિક શોષણના કેસમાં ક્રિકેટર અભિષેકની ધરપકડ

દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવા તથા અંગત પળોનું રેકોર્ડિંગ કરવાના ગંભીર…

દિલ્હી કેપિટલ્સ ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. યુવતીને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવા તથા અંગત પળોનું રેકોર્ડિંગ કરવાના ગંભીર આરોપો હેઠળ પશ્ચિમ બંગાળ પોલીસે હુગલીમાંથી તેની અટકાયત કરી હતી. ત્યારબાદ કલાકો સુધી ચાલેલી સઘન પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા અભિષેક પોરેલનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ચિનસુરાહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં તેની આગોતરા જામીનની અરજી પર સુનાવણી થવાની હતી. અગાઉ કોલકાતા હાઇકોર્ટે પીડિતાની અરજી બાદ પોલીસને પોરેલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બંને પરિવાર વચ્ચે લગ્નની વાતો ચાલી રહી હતી, પરંતુ પાછળથી યુવતીને અભિષેક પોરેલના અન્ય મહિલાઓ સાથેના કથિત સંબંધો વિશે જાણ થતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ એફઆઇઆર મુજબ, આ કથિત ઘટના 2 એપ્રિલ 2026ના રોજ દિલ્હીમાં બની હતી.

ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો કે, મને ગેરકાયદે રીતે અટકાયતમાં રાખીને ખાવાનું પણ આપવામાં આવ્યું ન હતું. જાણી જોઈને એકાંતમાં રખાતાં તેની શારીરિક સ્થિતિ અત્યંત નબળી પડી ગઈ હતી અને હું યોગ્ય રીતે ચાલી પણ શકતી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *