ધાર્મિક સ્થળો, જાહેર રસ્તાઓ પરના દબાણો મુદ્દે કલેક્ટરે તમામ વિભાગોની બેઠક બોલાવી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર સ્થળો, રસ્તાઓ અને માર્ગો પર આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો મામલે દાખવવામાં આવેલી ગંભીરતા બાદ રાજકોટનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ…

ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર સ્થળો, રસ્તાઓ અને માર્ગો પર આવેલા અનધિકૃત ધાર્મિક દબાણો મામલે દાખવવામાં આવેલી ગંભીરતા બાદ રાજકોટનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતે તાત્કાલિક સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યા છે.

જાહેર રસ્તાઓ અને ખુલ્લી જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ધાર્મિક દબાણોને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટની આ કડક ટકોર બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂૂપે, જિલ્લા કલેકટર ડો ઓમ પ્રકાશ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી તારીખ 17-08-2026ના રોજ ચાર કલાકે કલાકે યોજાશે.

આ બેઠક રાજકોટના જિલ્લા સેવા સદન ખાતે આવેલા પ્રથમ માળના મીટીંગ હોલમાં કલેક્ટર અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. આ બેઠકમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જેમાં પોલીસ કમિશનર,પોલીસ અધિક્ષક,જિલ્લા વિકાસ અધિકારી પ્રાદેશિક કમિશનર, મુખ્ય કારોબારી અધિકારી, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને કારોબારી ઈજનેર,પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર,રાજકોટ શહેર-1, શહેર-2, ગ્રામ્ય, ગોંડલ, ધોરાજી અને જસદણ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નામ, સર્વે નંબર, તારીખ, જગ્યાનું નામ અને કામગીરીના ફોટોગ્રાફ્સ તૈયાર રાખવા જણાવાયું છે. આ તમામ માહિતી સાથે બેઠકમાં હાજર રહેવા ફરજ પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *