મુન્દ્રામાં 17 કરોડના યુએસના કોલસા પ્રકરણમાં સૂત્રધારની ધરપકડ

પશ્ચિમ કચ્છ પેટ્રોલ ફ્લો સ્ક્વોડે મુન્દ્રા અદાણી પોર્ટ ખાતેના કરોડો રૂૂપિયાના કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં ₹17 કરોડથી વધુના કોલસાનો જથ્થો…

પશ્ચિમ કચ્છ પેટ્રોલ ફ્લો સ્ક્વોડે મુન્દ્રા અદાણી પોર્ટ ખાતેના કરોડો રૂૂપિયાના કોલસા કૌભાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં ₹17 કરોડથી વધુના કોલસાનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવગે કરવામાં આવ્યો હતો. આરોપીને વધુ કાર્યવાહી માટે મુન્દ્રા પોલીસને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ શક્તિસિંહ અજીતસિંહ ઝાલા (ઉંમર 39) છે, જે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાવલાણા ગામનો વતની અને હાલ મુન્દ્રામાં રહે છે. પોલીસ તપાસ મુજબ, શક્તિસિંહ અને અન્ય સહઆરોપીઓએ મુન્દ્રાના અદાણી પોર્ટ એન્ડ એસ.ઇ.ઝેડ. કંપનીના યાર્ડમાંથી ઇન્ડોનેશિયાના કોલસાને બદલે ઊંચી ગુણવત્તાવાળા યુએસ કોલસાને ટ્રકોમાં લોડ કરવા માટે ગેટ પાસ બનાવ્યા હતા.

આ ગેરકાયદેસર કૃત્યના કારણે કંપનીને કુલ ₹17 કરોડ 83 લાખ 98 હજારનું આર્થિક નુકસાન થયું હતું. આ ગુના અંગે અગાઉ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કંપનીના એક કર્મચારી સહિત ચાર વ્યક્તિઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. વોન્ટેડ શક્તિસિંહ ઝાલાને પેટ્રોલ ફ્લો સ્ક્વોડે પકડીને મુન્દ્રા પોલીસને સોંપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *