રો-રો ફેરી મારફતે ભાવનગરમાં સપ્લાય કરાતો 4.17 લાખનો દારૂ પકડાયો

ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવા આપેલી સખત સૂચનાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના…

ભાવનગર રેન્જ આઈજીપી રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવા આપેલી સખત સૂચનાના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના PI મયુરધ્વજસિંહ એમ. સરવૈયા તથા PSI આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા અને ટીમ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઘોઘા રો-રો ફેરી સર્વિસ નજીક વોચ ગોઠવી સુરત તરફથી આવતી મહિન્દ્રા ડઞટ કાર (નંબર: GJ-21-AQ-6408) ) ને અટકાવી તલાશી લીધી હતી. કારમાંથી દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ ઉત્પાદનની દારૂૂની 180 ખક ની કુલ 864 બોટલ (કિંમત રૂૂ. 1,07,856/-) મળી આવી હતી.

પોલીસે સ્થળ પરથી કારચાલક આરોપી હરેશ કાનજી આસોદરીયા (ઉં.વ. 49, રહે. હાલ રોયલ ટાઉનશીપ, ખોલવાડ, તા. કામરેજ, જી. સુરત, મૂળ રહે. દેવળા, તા. ગોંડલ) ની અટકાયત કરી રૂૂ. 3 લાખની કાર, રૂૂ. 10 હજારનો મોબાઈલ તથા દારૂૂ મળી કુલ રૂૂ. 4,17,856/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી પરેશ દામજીભાઈ શિયાળ (રહે. મહુવા, હાલ સુરત) ને પકડવાના બાકી દર્શાવી ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *