પડધરીના તરઘડીમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ આપઘાત

પડધરીના તરધડી ગામે રહેતા વૃધ્ધાએ બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધાના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…

પડધરીના તરધડી ગામે રહેતા વૃધ્ધાએ બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધાના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરીના તરધડી ગામે રહેતા લાભુબેન દેવશીભાઇ લીંબાસીયા નામના 73 વર્ષના વૃધ્ધા પોતાના ઘરે હતા. ત્યારે બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. વૃધ્ધાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયા વૃધ્ધાનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મૃતક વૃધ્ધાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. વૃધ્ધા છેલ્લા 30 વર્ષથી જૂદી જૂદી બીમારીમાં સંપડ્યા હતા. બીમારીથી કંટાળી આપઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉ5રાંત બીજા બનાવમાં રાજકોટ નજીક આવેલા ત્રંબા ગામે રહેતા હીરાભાઇ ખીમાભાઇ ખોરાણી નામના 96 વર્ષના વૃધ્ધએ બીમારીથી કંટાળી ઓઇલ પી લીધુ હતું. વૃધ્ધની તબીયત લથડતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *