લોધિકાના નવી મેંગણીમાં સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

લોધીકાના નવી મેંગણી ગામે રહેતી સગીરાએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…

લોધીકાના નવી મેંગણી ગામે રહેતી સગીરાએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધીકાના નવી મેંગણી ગામે રહેતી રવિનાબેન મુકેશભાઇ સોલંકી નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી. ત્યારે કોઇ અગમ્ય કારણોસર પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક સગીરા બે ભાઇ બે બહેનમાં વચેટ છે. ગઇકાલે તેના પિતા પાવાગઢ દર્શન કરવા ગયા બાદ માતા જોશનાબેન અને બહેન કોમલબેન રાજપીપળા ગામે રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા બાદ રવિનાબેને આત્મઘાતી પગલું ભર્યુ હતું. દર્શન કરી પરત ફરેલી માતા અને બહેને પરત આવતા જ રવિનાબેનનુ મૃતદેહ લટકતો હોવાનુ સામે આવ્યુ હતું. આ અંગે લોધીકા પોલીસે નોંધ કરી સગીરાના આપઘાત પાછળનુ કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *