ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરવાના કેસમાં પ્રતીક ચંદારાણા સહિત પાંચ નિર્દોષ

રાજકોટમાં દસ વર્ષ પૂર્વે દારૂૂની રેડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમૃતભાઈ ગલાભાઈ મકવાણા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પ્રતીક ચંદરાણા સહિત પાંચ આરોપીને કોર્ટે…

રાજકોટમાં દસ વર્ષ પૂર્વે દારૂૂની રેડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમૃતભાઈ ગલાભાઈ મકવાણા ઉપર તલવારથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પ્રતીક ચંદરાણા સહિત પાંચ આરોપીને કોર્ટે શંકાનો લાભ આપી મુક્ત કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ પ્રભાતભાઈ લોખીલ, અમૃતભાઈ ગલાભાઈ મકવાણા અને મયુરભાઈ મેઘજીભાઈ પટેલ ફરજ પર હતા ત્યારે સંતકબીર રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસે રહેતો બુટલેગર પ્રતિક ચંદારાણા દારૂૂની ડીલેવરી કરવા આવવાનો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી તે દરમિયાન કાર લઈને આવેલા પ્રતિક ચંદારાણા સાથે કોન્સ્ટેબલ અમૃતભાઈ વાતચીત કરતા હતા તે દરમિયાન પ્રતિક ચંદારાણાએ તલવાર અને અન્ય લોકોએ ધોકા વડે માર મારી હુમલો કર્યો હતો.

જે સમયે પ્રતીક ચંદરાણાના ઘરમાંથી તેમના માં દિપ્તીબેન બહાર આવેલ અને જોશજોશથી કહેલ કે પ્રતિક તલવાર પોલીસના માથામાં માર જેથી બીજીવાર કોઈ પોલીસ આપણી ઘરે આવે નહી જે અંગે પ્રતીક ચંદરાણા, તેના પિતા દિલીપભાઈ, તેના ભાઈ નીલેશભાઈ અને તેમની બે સગી બહેનો વિરુધ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.ની-ક-307, 332, 333, 353, 143, 144, 147, 148, 149, તથા જી.પી.એક્ની ક-135 અંગે ફરિયાદ નોંધાઇ હતી. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે પાંચેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં બચાવ પક્ષે પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિતીષ કથીરિયા, નિવિદ પારેખ, કશ્યપ ઠાકર, ચિત્રાંક વ્યાસ, રવિભાઈ મુલિયા, નેહાબેન રાવલ, બિનાબેન પટેલ, સાગર વાટલિયા, કપિલ મુલિયા, રાજેશભાઈ ગોસ્વામી, સચિન ગોસ્વામી અને હર્ષિલ ગોસ્વામી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *