સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધો

શહેરની ભાગોળે આવેલા હરિપર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે અકસ્માતે પડી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં…

શહેરની ભાગોળે આવેલા હરિપર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે અકસ્માતે પડી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રાત્રીના સમયે સારવાર લઈ રહેલા યુવાને ધમાલ મચાવી બારીમાં માથા ભટકાળ્યા હતાં. જેથી બારીનો કાચ તુટી જતાં યુવાને કાચ પોતાના જ પેટમાં ભોંકી દીધો હતો. યુવાને દારૂના નશામાં ધમચાવી હોવાની તબીબોએ શંકા વ્યકત કરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરની ભાગોળે આવેલા હરિપર ગામે રહેતાં પીન્ટુ વિશાલભાઈ પ્રજાપતિ નામનો 40 વર્ષનો યુવાન ગત તા.28નાં રાજે પોતાના ઘરે હતો ત્યારે અકસ્માત ગબડી પડયો હતો.

યુવકને ઈજા પહોંચતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સર્જરી વોર્ડમાં સારવાર લઈ રહેલા પીન્ટુ પ્રજાપતિએ રાત્રીના સમયે વોર્ડમાં ધમાલ મચાવી હતી અને બારી સાથે માથા ભટકાળી બારીનો કાચ તોડી નાખ્યો હતો. તુટી ગયેલો કાચ પીન્ટુ પ્રજાપતિએ પોતાના જ પેટમાં ભોંકી દીધો હતો. યુવાને હોબાળો મચાવતાં ત્યાં હાજર સ્ટાફ અને લોકોએ તેને પલંગ સાથે બાંધી દીધો હતો. યુવકને દાખલ કર્યા બાદ તેનો પરિવાર હોસ્પિટલમાં મુકી નાસી છુટયો હતો અને યવાને ગઈકાલે નશામાં ધમાલ મચાવીહોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય ઘટનામાં અમીન માર્ગ પર આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી હિરેલબેન દિપકભાઈ જોષી નામની 29 વર્ષની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. જયારે બીજા બનાવમાં જૂના માર્કેટ યાર્ડ પાછળ આવેલ નરશીનગરમાં રહેતા વિશાલ જેરામભાઈ ડાંગર (ઉ.24)એ અકળ કારણોસર ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ફિનાઈલ પી લેનાર યુવતી અને યુવકને સારવાર માટે કસિવલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *