જયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલી બહેન ઉપર પાડોશી પરિવારનો હુમલો

શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતી બેનના જયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈ સાથે પાડોશી પરિવારે જુની અદાવતનો ખાર રાખી ઝઘડો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલી…

શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતી બેનના જયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈ સાથે પાડોશી પરિવારે જુની અદાવતનો ખાર રાખી ઝઘડો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલી બહેનને પાડોશી પરિવારે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી પરિણીતાની સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતી કોમલબેન સંજયભાઈ વાઘેલા નામની 23 વર્ષની પરિણીતા બપોરના સમયે પોતાના ઘરે હતી ત્યારે પાડોશી જેન્તી ભુદા, વિનુ સોમા અને અજય જયંતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઈપ વડે માર માર્યો હતો.

પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં કોમલબેનના એક વર્ષ પૂર્વે લગ્ન થયા છે. ગઈકાલે કોમલબેનને જયા પાર્વતીનું ઉજવણુ હતું જેમાં તેનો ભાઈ મનોજ અશોકભાઈ મોજપરા આવ્યો હતો.

મનોજ સાથે ચાલતી અદાવતનો ખાર રાખી હુમલાખોર શખ્સોએ ઝઘડો કર્યો હતો. ઝઘડામાં ભાઈને છોડાવવા વચ્ચે પડેલી કોમલબેન વાઘેલા ઉપર પાડોશી શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *