મોરબીમાં ભંગારના કારખાનામાં ભાગીદારીના નામે 1.13 કરોડની ઠગાઇ

મોરબીમાં સ્ક્રેપના બિઝનેસમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી એક આધેડ સાથે રૂ 1.13 કરોડની મસમોટી ઠગાઈ આચરવામાં આવી છે. રૂપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી…

મોરબીમાં સ્ક્રેપના બિઝનેસમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી એક આધેડ સાથે રૂ 1.13 કરોડની મસમોટી ઠગાઈ આચરવામાં આવી છે. રૂપિયા પરત માગતા જાનથી મારી નાખવાની ધમકી અપાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના બિલિયા ગામના વતની અને હાલ મોરબી ના આલાપ પાર્ક શેરી નં -11 રવપર રોડ પર રહેતા અને ખેતી કરતા સંજયભાઈ અંબારામભાઈ સાણંદિયા (ઉ.વ.50) એ આરોપી ગૌરવભાઈ જયંતીલાલ ડઢાણીયા રહે. આલાપ પાર્ક મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ ભંગારના કારખાનામા ભાગમા રાખવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે મળી એમ રૂપીયા 1,13, 00,000/- (એક કરોડ તેર લાખ લઇ રૂપીયા) ધંધાના બહાને ફરીયાદી પાસેથી મેળવી ફરીયાદીને ધંધામા ભાગીદાર નહી રાખી રૂપીયા. 1,13,00,000/- ફરીયાદિને પરત નહી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *