લાલપરી આસપાસના વિસ્તારોમાં માઇક ફેરવાયું

સૌરાષ્ટ્રના રાજકોટ સહિત પાંચ જિલ્લામાં હજુ ચોવીસ કલાક સુધી રેડ એલર્ટ છે. જો કે જે રીતે તોફાની વરસાદની આગાહી છે તેવુ હજુ સુધી જોવા મળ્યુ…

સૌરાષ્ટ્રના રાજકોટ સહિત પાંચ જિલ્લામાં હજુ ચોવીસ કલાક સુધી રેડ એલર્ટ છે. જો કે જે રીતે તોફાની વરસાદની આગાહી છે તેવુ હજુ સુધી જોવા મળ્યુ નથી. માત્ર હળવાથી ભારે ઝાપટા જ વરસી રહ્યા છે. આમછતા ભારે વરસાદની આગાહીના પગલે મહાનગરપાલિકા સચેત બની ગઇ છે. તમામ સ્તરે ચાલતા આગોતરા આયોજન વચ્ચે શહેરની ભાગોળે આવેલા લાલપરી ડેમ આમપણ છલોછલ છે અને જો હજુ ઉપરવાસમાંથી વરસાદ આવશે તો પાણી છોડવુ પડે તેવી સ્થિતિ વચ્ચે લાલપરી આસપાસની વસાહતમાં મનપાએ માઇક સાથે વાહન ફેરવીને લોકોને સાવચતે કર્યા છે. નવાગામ અને બેડી ગામના લોકોને પણ વિસ્તાર ખાલી કરી અન્યત્ર જવા માટે સુચના આપવામા આવી છે. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા સતત ઉક્ત સ્થિતિ વિશે પળેપળની વિગત મેળવી રહ્યા છે.

શહેરની ભાગોળે આવેલો ઐતિહાસિક લાલપરી ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં હવે ઓવરફ્લો થવાની અણી પર પહોંચી ગયો છે. લાલપરી ડેમની કુલ સપાટી 137.46 મીટર છે. વર્તમાન સ્થિતિએ ડેમ 137.16 મીટરે પહોંચી ગયો છે. આ લખાય છે ત્યારે 474 ક્યુસેક મીટર પાણીની આવક ઉપરવાસમાંથી થઇ રહી છે. ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઇ શકે છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની સતત આવકને પગલે ડેમની સપાટી ભયજનક સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે ગમે તે ક્ષણે ડેમમાંથી પાણી છોડવામાં આવે અથવા ડેમ ઓવરફ્લો થાય તેવી પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને ડેમના નીચાણવાળા તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવાનુ શરૂૂ કરી દીધુ છે. આ વિસ્તારમાં માત્ર લાલપરી ડેમ જ નહીં, પરંતુ તેની નજીક જ પ્રસિદ્ધ રાંદરડા તળાવ પણ આવેલું છે. આ બંને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી હોવાને કારણે સમગ્ર વિસ્તાર ચારેય તરફથી પાણીથી ઘેરાઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. જો વરસાદ ચાલુ રહેશે અને ડેમમાંથી ઓવરફ્લો શરૂૂ થશે, તો આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. આ કુદરતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *