બે ઇંચ વરસાદમાં પણ પોપટપરા નાળુ જળમગ્ન, મ્યુનિ.કમિશનરને દોડવું પડ્યું!

રાજકોટની એક મોટી કમનસીબી છે કે હળવાથી ભારે ઝાપટામાં પણ પોપટપરાના નાળામાં ગોઠણડૂબ તો ક્યારેક માથાડૂબ પાણી ભરાઇ જાય છે. પાણીના ભારે ભરાવાને કારણે નાળાની…

રાજકોટની એક મોટી કમનસીબી છે કે હળવાથી ભારે ઝાપટામાં પણ પોપટપરાના નાળામાં ગોઠણડૂબ તો ક્યારેક માથાડૂબ પાણી ભરાઇ જાય છે. પાણીના ભારે ભરાવાને કારણે નાળાની બંને બાજુ આવેલા વિસ્તારો એકબીજાથી સાવ વિખૂટા પડી જાય છે. દરમિયાન ગઇકાલ રાતથી પડતા સતત હળવાથી ભારે ઝાપટાના કારણે નાળામાં પાણી ભરાઇ ગયુ છે. ઉપરના વિસ્તારોમાંથી પાણી સતત નાળામાં આવવાનુ ચાલુ રહેતા સલામતીના ભાગરૂૂપે લોકોને નાળામાંથી અવરજવર કરવાની મનાઇ ફરમાવવામા આવી છે.

ખુદ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા પોપટપરા નાળાની સ્થિતિ જોવા દોડી ગયા હતા. અને બન્ને બાજુ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ગોઠવી દેવામા આવી હતી. બે વર્ષ પહેલાં પડેલા ભારે વરસાદ દરમિયાન આ જ નાળાના વહેણમાં એક સ્કૂલ બસ પણ તણાઈ ગઈ હતી. કોઈ મોટી જાનહાની કે દુર્ઘટના ન ઘટે તે માટે પૂર્વ ચેતવણીના ભાગરૂૂપે નાળાની બંને બાજુએ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે રેસ્ક્યુના સાધનો પણ સજ્જ રખાયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *