CNGના ભાવમાં મોટો વધારો: અદાણી ગેસે ભાવમાં રૂ. 4નો વધારો ઝીંક્યો

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં ફરી એકવાર રૂ. 4 પ્રતિ કિલોનો વધારો જાહેર કર્યો…

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વાહનચાલકો માટે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં ફરી એકવાર રૂ. 4 પ્રતિ કિલોનો વધારો જાહેર કર્યો છે. ભાવવધારા બાદ હવે અદાણી CNGનો નવો ભાવ રૂ. 94.02 પ્રતિ કિલો થયો છે, જ્યારે અગાઉ તેનો ભાવ રૂ. 90.02 પ્રતિ કિલો હતો.

આ વધારાથી ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી અને કેબ ડ્રાઇવરો ઉપરાંત રોજ CNG પર નિર્ભર ખાનગી વાહનચાલકોના માસિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે.

પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવ વચ્ચે CNGને સસ્તો વિકલ્પ માનતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે હવે આ વધારો વધુ આર્થિક બોજ સાબિત થઈ શકે છે.ઈંધણના વધતા ખર્ચની સીધી અસર પરિવહન ખર્ચ પર પણ પડી શકે છે, જેના કારણે સામાન્ય જનજીવન અને ઘરેલુ બજેટ પર મોંઘવારીનો વધુ માર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *