નાના કરદાતાના જોરે તિજોરી ભરવા RMCની વ્યાજમાફી સ્કીમ

રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય અને આમજનતા પાસેથી બાકીવેરો વસુલવા મિલકત સીલ સુધીનો દંડનો ઉગામે છે અને બીજીબાજુ લાખો-કરોડો રૂૂપિયા બાકી હોય તેવા વગદાર બાકીદારો સામે ઘુંઘટો…

રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય અને આમજનતા પાસેથી બાકીવેરો વસુલવા મિલકત સીલ સુધીનો દંડનો ઉગામે છે અને બીજીબાજુ લાખો-કરોડો રૂૂપિયા બાકી હોય તેવા વગદાર બાકીદારો સામે ઘુંઘટો તાંણી લે છે! વધુ એકવખત નાના અને સામાન્ય વર્ગના કરદાતાઓના જોરે રૂૂ.520 કરોડ ઉસેડવા માટે મનપાને વ્યાજમાફીના નામે બુધ્ધિપુર્વકની સ્કીમ આજે ‘લોન્ચ’ કરી છે.

આ સ્કીમમાં મહતમ મુળ રકમ ઉપરાંતના વ્યાજમાં મહતમ રૂૂ.5000 સુધીની જ માફી મળવાની છે. એટલે દેખીતી રીતે સ્પષ્ટ થાય છે કે આટલુ ચડત વ્યાજ સામાન્ય વર્ગના લોકોનું જ હોય છે. બીજીબાજુ લાખો રૂૂપિયાનો વ્યાજ સહિતનો વેરો બાકી છે એવા વગદાર બાકીદારો કંઇ રૂૂ.5 હજાર રૂૂપરડીની માફી માટે બાકીની મોટી રકમ ભરવાના નથી જ. જો ભરવાની દાનત હોય તો અત્યાર સધી ભરી દીધા ન હોય એ વાત પણ દીવા જેવી સ્પષ્ટ છે.

વ્યાજ માફી યોજનાની માહિતી આપવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુકલની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સાક્ષક પક્ષ દંડકશ સંજયસિંહ રાણાની ઉપસ્થિતિમાં આજે પ્રેસમિટ યોજાઇ હતી. આશરે 56,000 કરદાતાઓ લાભ લેશે અને તેની વ્યાજમાફીની રકમ રૂૂ.520 કરોડ જેટલી થાય તેવુ ગણિત મનપાએ માંડ્યુ છે. જો કે આ યોજના નવી નથી. માત્ર સ્વરૂૂપ અલગ આપવામા આવ્યુ છે. ગત ટર્મમાં આવી જ યોજના આવી જ હતી. હાલ શહેરમાં કુલ આશરે 6.10 લાખ કરદાતાઓ નોંધાયેલા છે. વ્યાજ માફી યોજનાના અમલીકરણથી નિયમિત વેરો ભરતા કરદાતાઓની સંખ્યા આશરે 5.20 લાખ સુધી પહોંચવાની સંભાવના છે.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં મહાનગર પાલિકાને કુલ રૂૂ. 255.78 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. જેમાં રહેણાંક મિલકતોમાંથી રૂૂ. 144.25 કરોડ, બિન રહેણાંક (કોમર્શિયલ/અન્ય) મિલકતોમાંથી રૂૂ. 94.13 કરોડ તેમજ અનલિંક વોટર કનેક્શનમાંથી રૂૂ. 17.40 કરોડની આવકનો સમાવેશ થાય છે.

હાલમાં રીકવરેબલ બાકીદારોની કુલ સંખ્યા 2,46,704 છે. જેમાં રહેણાંક શ્રેણીના 1,95,918 અને બિન રહેણાંક શ્રેણીના 50,786 બાકીદારોનો સમાવેશ થાય છે. રીકવરેબલ બાકી માંગણીની વિગતો મુજબ રહેણાંક મિલકતોમાં રૂૂ. 267.82 કરોડ અને બિન રહેણાંક મિલકતોમાં રૂૂ. 109.11 કરોડ મળીને કુલ રૂૂ. 376.93 કરોડની માંગણી બાકી છે.

રાજકોટ મહાનગરપાલિકાની નોંધ મુજબ ચડત માંગણું ધરાવતા અનલિંક વોટર કનેક્શનની કુલ સંખ્યા 47,249 છે. જેમાં સંપૂર્ણ કનેક્શન ધરાવતા 1,568 તથા અડધા (1/2) કનેક્શન ધરાવતા 45,814નો સમાવેશ થાય છે. આ અનલિંક વોટર કનેક્શનો સામે કુલ રૂૂ. 289 કરોડની માંગણી બાકી છે. જેમાં સંપૂર્ણ કનેક્શન સામે રૂૂ. 78 કરોડ તથા અડધા (1/2) કનેક્શન સામે રૂૂ. 211 કરોડની બાકી માંગણી નોંધાયેલી છે. રાજકોટ શહેરમાં હાલ કુલ 3,61,268 વોટર કનેક્શન નોંધાયેલા છે. જેમાં 17,714 સંપૂર્ણ કનેક્શન તથા 3,43,554 અન્ય પ્રકારના કનેક્શનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *