સાવરકુંડલા પોલીસને દિલ્હી પાસે અકસ્માત નડ્યો, ચાર પોલીસ કર્મીને ઇજા

સાવરકુંડલા ટાઉન પોલીસની ગાડીને એના ગામની સીમમા મુબઇ થી દિલ્હી એક્ષપ્રેશ ભારતમાલા હાઇવે નબર – 4 ઉપર અકસ્માત નડ્યો હતો. રસ્તાની વચ્ચો વચ્ચ સીમેન્ટનો ગડર…

સાવરકુંડલા ટાઉન પોલીસની ગાડીને એના ગામની સીમમા મુબઇ થી દિલ્હી એક્ષપ્રેશ ભારતમાલા હાઇવે નબર – 4 ઉપર અકસ્માત નડ્યો હતો. રસ્તાની વચ્ચો વચ્ચ સીમેન્ટનો ગડર હોઇ જે ગડરની સાથે સરકારી ગાડી ન અથડાય તે સારૂૂ ગાડીના ડ્રાયવરેગાડી ગડરથી બચાવવા જતા સરકારી ગાડી બ્રિજની લોખંડની ગ્રીલના ડીવાઇડર સાથે અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા હે.કો.કુલદિપસિહ રઘુવરસિહ જાડેજા તેમજ પો.કો.વિશાલ દિનેશભાઇ સોલંકી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનની સરકારી બોલેરો ગાડી ડ્રાયવર પો.કો. છત્રપાલસિહ કનકસિહ ગોહિલ સાવરકુંડલા પોલીસ મથકના બે આરોપીઓને આર્થવ રોડ સેન્ટ્રલ જેલ ખાતે મુકી પરત જતા હતા તે દરમ્યાન એના ગામની સીમમા મુબઇ થી દિલ્હી એક્ષપ્રેશ ભારતમાલા હાઇવે નબર – 04 ઉપર તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો.

રસ્તાની વચ્ચો વચ્ચ સીમેન્ટનો ગડર હોઇ જે ગડરની સાથે સરકારી ગાડી ન અથડાય તે સારૂૂ ગાડીના ડ્રાયવરે સુધ્ધ બુધ્ધીથી તુરંત ગાડી આ ગડરથી બચાવવા જતા તે સમયે આ સરકારી ગાડીનુ બેલેન્સ ન રહેતા આ સરકારી ગાડી બ્રિજની જમણી તરફની લોખંડની ગ્રીલના ડીવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં ગાડીમાં સવાર તમામ પોલીસકર્મીઓને નાની મોટી ઈજાઓ થઇ હતી અને ગાડીના કૂરચેકુરચા બોલી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચારેય ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ મામલે પલસાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *