અગાઉ એક ખેચમાં મોટી રકમ મળતાં બીજી વખત ગાંજો લાવ્યા ત્યારે ઝડપાઈ ગયા
રાજકોટમાં ‘સે નો ટુ ડ્રગ્સ’ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર નજીક દરોડો પાડી ઓરિસ્સાથી રૂૂ. 7.24 લાખથી વધુની કિંમતનો 14.485 કિલોગ્રામ ગાંજા લાવનાર બે કેરિયરને ઝડપી લીધા હતા. જયારે જથ્થો મંગાવનારનું નામ ખુલ્યું હોય તેની શોધખોળ શરૂૂ કરી છે.શહેરમાં યુવાનોમાં નશાનું પ્રમાણ અટકાવવા અને માદક પદાર્થોના વેચાણ પર અંકુશ લગાવવા એસઓજી ટીમ કાર્યરત છે ત્યારે બાતમી મળી હતી, કે બે શખ્સો વિપુલ પ્રમાણમાં માદક પદાર્થ લઈ બામણબોર તરફથી રાજકોટ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે અમદાવાદ-રાજકોટ હાઈવે પર રામદેવ હોટેલ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન, શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે શખ્સોને રોકી તલાશી લેતા તેમની પાસેના પોટલાની માંથી નશીલો પદાર્થ મળી આવ્યો હતો. એસઓજીની ટીમે રૂૂ.7.24 લાખના 14.485 કિલોગ્રામ ગાંજા સહીતનો મુદ્દમાલ સાથે આરએમસી ક્વાર્ટર, બાલાજી હોલ પાછળ રહેતા વનરાજ ઉર્ફે ટકો રવજીભાઈ ઉર્ફે સવજીભાઈ હાંડા અને સગીર આરોપીને ઝડપી લઇ ગાંજા સહીતનો મુદ્દમાલ કબજે કરી આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસઓજીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા વનરાજે ખુલાસો કર્યો હતો કે તે પોતે કેટરિંગનું કામ કરે છે. તે અને સગીર માત્ર ’કેરિયર’ તરીકે કામ કરતા હતા. રાજકોટના મુખ્ય સૂત્રધાર હિતેશ ગોહેલના કહેવાથી તેઓ ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો રાજકોટ લાવ્યા હતા અને આ માટે હિતેશ તેમને નક્કી કરેલું કમિશન આપતો હતો. આ પૂર્વે પણ તેઓ ઓરિસ્સાથી એક ખેપ સફળતાપૂર્વક મારી ચૂક્યા હોવાનું તેમણે કબૂલ્યું છે.
હાલ પોલીસે મુખ્ય આરોપી હિતેશ ગોહેલને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.તેમજ પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી નશાના આ કારોબારના ઊંડા મૂળ સુધી પહોંચી શકાયરાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એન. બી. ચૌધરી અને તેમની ટીમના પીએસઆઈ વી.વી.ધ્રાંગુ તથા એ.એસ.આઈ. અરૂૂણભાઈ બાંભણીયા , વિરેન્દ્રસિંહ ઝાલા , હરદેવસિંહ દિલુભા , યોગરાજસિંહ છનુભા , ધર્મેન્દ્રસિંહ હરીશચંદ્રસિંહ , અનોપસિંહ પ્રવિણસિંહ , ધ્રુવરાજસિંહ ગોહિલ , વિરભદ્રસિંહ ગોહિલ , મહિલા કોન્સ્ટેબલ મોનાબેન બુસા તથા ડ્રાઈવર નિર્મળસિંહ જયેન્દ્રસિંહએ કામગીરી કરી હતી.
