આમાં નિકાસ કયાંથી વધે? સમસ્યાઓનો ઢગલો કરતા સંગઠનો

રાજકોટ અને એરપોર્ટ વચ્ચેથી ટોલનાકુ હટાવવાની માંગણી કોઇ ધ્યાને જ લેતું નથી, ટોલ શરૂ થાય તે પહેલા ટ્રાફિકની સમસ્યા વકરી ગઇ રાજકોટ જિલ્લામાંથી એક્સપોર્ટ વધારવા…

રાજકોટ અને એરપોર્ટ વચ્ચેથી ટોલનાકુ હટાવવાની માંગણી કોઇ ધ્યાને જ લેતું નથી, ટોલ શરૂ થાય તે પહેલા ટ્રાફિકની સમસ્યા વકરી ગઇ

રાજકોટ જિલ્લામાંથી એક્સપોર્ટ વધારવા અને નિકાસનુ મુખ્ય કેન્દ્ર બનાવાના પ્રયાસોના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય અધિકારીઓની હાજરીમાં વેપારી અને ઔદ્યોગિક સંગઠનોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓ-ઉદ્યોગકારોએ એરપોર્ટ, ટ્રાન્સ્પોર્ટેશનથી માંડી ટોલનાકા સહિતની સમસ્યાઓ રજૂ કરી હતી અને સરકારી તંત્ર દ્વારા સમસ્યાઓના ઉકેલ માટે અપનાવાતી ઢીલી નીતિ સામે નારાજગી પણ વ્યકત કરી હતી.

રાજકોટની ભાગોળે માલિયાસણ પાસે બની રહેલ ટોલનાકાનો તમામ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવી જણાવ્યુ હતુ કે, એરપોર્ટ અને રાજકોટ વચ્ચે ટોલનાકુ ટ્રાફિક સમસ્યા અને અન્ય પ્રશ્ર્નો ઉભા કરી રહ્યુ છે. કુવાડવા તથા બામણબોર જીઆઇડીસી અને રાજકોટ વચ્ચે ટોલનાકુ હજૂ શરૂ થયુ નથી. ત્યા ટ્રાફિક જામ સર્જાય છે. તો ટોલનાકુ શરૂ થયા બાદ ઉલ્ટાની સમસ્યા વકરી શકે છે.

આ ઉપરાંત ટોલનાકુ એરપોર્ટથી આગળ ટોલનાકુ ખોલવા અનેક વખત રજૂઆતો કરવા છતા લેવામાં આવી નથી. તે અંગે પણ નારાજગી વ્યકત કરાઇ હતી. આ સિવાય ઇમિટીશન પાર્ક માટે નીયત કરાયેલી જમીન ઉપર ઇંટોના ભઠ્ઠા વાળાઓએ કબજો કરી કોર્ટ લિટિગેશન ઉભા કરી દીધા છે. જેના કારણે ઇમિટેશન પાર્ક લટકી ગયુ છે. ત્યારે તાકીદે યોગ્ય ધરતી કરવા માંગણી કરવામાં આવી હતી.

રાજકોટથી સીધી નિકાસ માટે વાયા અમદાવાદ કે મુંબઇ થઇને જવુ પડતુ હોવાથી ખર્ચ વધી જતો હોવાની પણ રજૂઆત કરી રાજકોટ એરપોર્ટથી કાર્ગો તથા આંતરરાષ્ટ્રીય વિમાની સેવા તાકીદે શરૂ કરવા માંગણી કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ પહેલેથી જ એન્જિનિયરિંગ, મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટોમોબાઇલ પાર્ટ્સ સહિતના ઉદ્યોગો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરી નિકાસ વધારવાથી સ્થાનિક એમએસએમઈ એકમોને નવી ઉડાન મળશે.

આ પહેલથી ભવિષ્યમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને જિલ્લાના અર્થતંત્રને પણ મોટો ફાયદો થશે.આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અન્ય અલગ-અલગ ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો જોડાયા હતા અને આગામી સમયમાં રાજકોટને નિકાસના કેન્દ્રમાં કઈ રીતે આગળ લઈ જવું તે અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ એ જણાવ્યું હતું કે, “રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે અને સૌરાષ્ટ્રભરમાંથી લોકો ખરીદી તથા વેપાર માટે રાજકોટ આવતા હોય છે. રાજકોટને નિકાસનું મુખ્ય કેન્દ્ર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ એન્જિનિયરિંગ, મશીનરી, કાસ્ટિંગ અને ઓટોમોબાઈલ પાર્ટ્સ જેવા ઉદ્યોગો માટે વિશ્વવિખ્યાત છે, ત્યારે સ્થાનિક ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે અને સૌથી વધુ વિકાસ થાય તે માટે જરૂૂરી તમામ જરૂૂરિયાતો અંગે આ બેઠક યોજાઈ હતી. વહેલી તકે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુમાં વધુ નિકાસ થાય તે માટેના નક્કર પ્રયાસો હાથ ધરાશે.”

ક્ધટેનર ડેપો રાજકોટથી મોરબી ખસેડવા સામે નારાજગી
રાજકોટ શહેર જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો હોવા છતાં ક્ધટેનર ડેપોની કચેરી રાજકોટથી ખસેડી મોરબી લઇ જવા સામે સંગઠનોએ નારાજગી વ્યક્ત કરી હતી અને આ ડેપો રાજકોટમાં જ રાખવા રજુઆત કરી હતી. મોટા ભાગના સંગઠનોની ફરીયાદો હતી કે, વ્યાજબી પ્રશ્નોની રજુઆતો કરવામાં આવે તો સાંભળવામાં આવે છે. પરંતુ કોઇ નિરાકરણ આવતુ નથી. દરેક સ્તરે રજુઆતો કરવાનું કોઇ પરિણામ આવતુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *