કુવાડવામાં હિરાસર એરપોર્ટના કર્મચારીએ માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધું

શહેરની ભાગોળે કુવાડવા ગામે રહેતાં અને હિરાસર એરપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં યુવાને માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં…

શહેરની ભાગોળે કુવાડવા ગામે રહેતાં અને હિરાસર એરપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં યુવાને માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુવાડવા રોડ પર હરીઓમ ચોકમાં રહેતાં મણીરાજ મગનલાલ ગોહિલ નામનો 30 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મણીરાજ પાંચ બહેનોનો એકનો એક ભાઈ અને અપરિણીત છે. મણિરાજ હિરાસર એરપોર્ટમાં કાયમી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. કોરોના કાળમાં માતા પિતાનું અવસાન થતાં તેમના વિરહમાં ફિનાઈલ પીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં જંકશનમાં આવેલ જુલેલાલનગરમાં પરમેશ્ર્વરીબેન ઈશ્ર્વરલાલ ગોકલાણી (ઉ.65) બપોરના સમયે ગુરૂદ્વારમાં દર્શન કરવા ગયા હતાં અને જ્યાંથી સંબંધીના બાઈક પાછળ બેસી ઘરે જવાની તૈયારી કરતાં હતાં તે સમયે વૃધ્ધા બાઈક પર બેસવા જતાં નીચે પટકાયા હતાં. વૃધ્ધાનું ગંભીર ઈજા પહોંચવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *