રાજકોટ શહેરના નાગરિકોને શુદ્ધ અને સલામત પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન કમિશનરે પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ક્લોરિનેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ક્લોરિનના સેમ્પલની સ્થળ પર જ ચકાસણી કરી જરૂૂરી સૂચનો આપ્યા હતા.
કમિશનરે અધિકારીઓને પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા નિયમો મુજબ સતત જાળવી રાખવા, ક્લોરિનનું પ્રમાણ નિર્ધારિત ધોરણો અનુસાર જાળવવા તેમજ પાણીની ગુણવત્તાની નિયમિત ચકાસણી કરવામાં આવે તે અંગે સૂચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને સ્વચ્છ, શુદ્ધ અને આરોગ્યપ્રદ પીવાનું પાણી સતત ઉપલબ્ધ કરાવવા માટે જરૂૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન પાણીમાં અશુધ્ધિઓની માત્રા વધી જવાથી પાણીજન્ય રોગચાળો વ્યાપક બને છે. આ ઉપરાંત પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જવાથી પણ રોગચાળો ફેલાય છે. મ્યુનિસિપલ કમિશિનર ડો.તુષાર સુમેરા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન રૈયાધારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઇને સ્થળ ઉપર જ નમુનાની ચકાસણી હાથ ધરાતા વોટર વર્કસ વિભાગના કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો. અને દૈનિક રજિસ્ટરો તેમજ ક્લોરિનેશનના આંકડા સહીતનું સાહિત્ય હાથવગુ કરાયું હતું. આગામી દિવસોમાં પાણી વિતરણને લઇને મ્યુનિસિપલ કમિશનરની ઝુંબેશ વધુ વેગવંતી બને તેવી આશંકાઓ વ્યકત કરાઇ રહી છે.
