લાપાસરીના યુવાન સહિત વધુ બેના હૃદયરોગના હુમલાથી મૃત્યુ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યુવાન સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્યા હતા. લાપાસરી ગામે રહેતા યુવાન અને મોરબી…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યુવાન સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્યા હતા. લાપાસરી ગામે રહેતા યુવાન અને મોરબી રોડ પર રહેતા પૌઢને હૃદયરોગનો હુમલો ભરખી જતા બંન્ને પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર રણુજા મંદિર સામે આવેલા લાપાસરી ગામે રહેતા હરપાલસિંહ છનુભા રાઠોડ (ઉ.વ.41)આજે સવારે પોતાના ઘરે હતા. ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક હરપાલસિંહ બે ભાઇમાં મોટા અને ખેતી કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

જયારે બીજા બનાવમાં મોરબી રોડ પર ઉત્સવ સોસાયટી શેરી નં.1માં રહેતા બાબુભાઇ પરબતભાઇ ઢોલરીયા (ઉ.વ.58)નામના પૌઢ આજે સવારે ઘરે હતા. ત્યારે ચક્કર આવી પડી જતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો દ્વારા હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાના અને ડ્રાઇવિંગ કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *