જામકંડોરણા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. સરકારી આંકડા મુજબ 24 કલાકમાં કુલ 198 મિલીમીટર (8 ઇંચ) જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ ધોધમાર વરસાદને કારણે જામકંડોરણા પંથકના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને સ્થાનીય નદી-નાળામાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. જામકંડોરણા-કાલાવડ હાઈ-વે ઉપર ડાયર્વઝન ધોવાઈ જતાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને વાહનોને અન્ય વૈકલ્પીક રૂટો ઉપરથી જવા સુચના આપવામાં આવી છે.
આજે સવાર સુધીનો કુલ વરસાદ 198 ળળ (7.8 ઇંચ / પોણા આઠથી આઠ ઇંચ) પડયો હતો. ઉપરવાસમાં અને સ્થાનિક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જીવાદોરી સમાન ફોફળ ડેમમાં 10 ફૂટ નવા નીરની આવક થઈ છે. આ સાથે ડેમની કુલ જળસપાટી 18 ફૂટે પહોંચી ગઈ છે.જુનાગઢ-જામનગર હાઇવે ઉપર ભારે જળપ્રવાહના કારણે થોરડી પાસે બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેના પરિણામે આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ખેતી અને જનજીવન ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી સહિતના પાકોને નવું જીવન મળ્યું છે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા નદી અને ડેમના હેઠવાસમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
