કેશોદમાં આઠ દિવસ પૂર્વે મધરાત્રે વરસાદ શરૂ થતાં કોમ્પલેક્ષમાં સુતેલો યુવાન વરસાદથી બચવા ભાગ્યો હતો તે દરમિયાન યુવકનો પગ લપસતા કોમ્પલેક્ષના બીજા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માળીયા હાટીનાના માતરવાણીયા ગામનો કિશનકુમાર કાનજીભાઈ વઘેરા (ઉ.40) કેશોદમાં ચાર ચોક પાસે આવેલા કોમ્પલેક્ષમાં હતો ત્યારે આઠ દિવસ પૂર્વે મધરાત્રે વરસાદ આવતાં યુવક વરસાદથી બચવા ભાગ્યો હતો તે દરમિયાન યુવકનો પગ લપસતા કોમ્પલેક્ષના બીજા માળેથી નીચે પટકાયો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં વાંકાનેર રેલવે સ્ટેશનમાં ગોવિંદભાઈ નામનો 40 વર્ષનો યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. બેશુધ્ધ હાલતમાં મળી આવેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
