સંમતિ વિના DNA ટેસ્ટનો આદેશ આપી શકાય નહીં: HC

  ગુજરાત હાઇકોર્ટે 2012ના ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો છે જેમાં લાંબા સમયથી ચાલતા ભરણપોષણના વિવાદમાં પુત્રીના પિતૃત્વ સ્થાપિત કરવા માટે 78 વર્ષીય પુરુષને DNA…

 

ગુજરાત હાઇકોર્ટે 2012ના ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો છે જેમાં લાંબા સમયથી ચાલતા ભરણપોષણના વિવાદમાં પુત્રીના પિતૃત્વ સ્થાપિત કરવા માટે 78 વર્ષીય પુરુષને DNA ટેસ્ટ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ જે. સી. દોશીએ નીચલી કોર્ટના નિર્દેશને રદ કરતા ચુકાદો આપ્યો કે યોગ્ય કારણ વિના DNA ટેસ્ટનો આદેશ આપી શકાતો નથી, ખાસ કરીને જ્યાં ગોપનીયતા અધિકારો અને સંમતિ સામેલ હોય.
આ તબક્કે, આ કોર્ટે નોંધ્યું છે કે જે સમયે ડીએનએ ટેસ્ટ માટેનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, તે સમયે પ્રતિવાદી નંબર 2 (પુત્રી) સગીર હતી, અને પરીક્ષણ માટે તેની સંમતિ ક્યારેય લેવામાં આવી ન હતી, હાઇકોર્ટે નોંધ્યું કે, વાદી નંબર 1, તેની માતા હતી, જેણે પ્રતિવાદી નંબર 2 ના પિતૃત્વના નિર્ધારણ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો; પ્રતિવાદી નંબર 2, જે હવે સગીર છે, તે ક્યારેય કોર્ટ સમક્ષ હાજર થઈને માંગ કરી નથી કે તેનું પિતૃત્વ ડીએનએ ટેસ્ટ દ્વારા નક્કી કરવામાં આવે તેમ કોર્ટે ઉમેર્યું હતું. તેમણે આ આદેશને એ આધાર પર પણ પડકાર્યો હતો કે મહિલા તેની કાયદેસર રીતે પરિણીત પત્ની નથી અને પહેલા લગ્ન સાબિત કરવાની જરૂૂર છે.

તેમ છતાં, પ્રતિવાદી નં.2ના પિતૃત્વ નક્કી કરવાની કવાયત બિનજરૂૂરી બની જાય છે. કારણ કે તે હવે પુખ્ત અને પરિણીત પુત્રી છે અને તેના પિતા પાસેથી ભરણપોષણનો દાવો કરી શકતી નથી. વધુમાં, વ્યવહારિક રીતે, પ્રતિવાદી નં.2ની સંમતિ વિના કોઈ પણ DNA પરીક્ષણનો આદેશ આપી શકાતો નથી, કારણ કે DNA પરીક્ષણના પરિણામની સીધી અસર તેના સામાજિક દરજ્જા પર પડે છે.

મજીસ્ટ્રેટે જણાવેલ કે, મને એ વાતનું અવલોકન કરવા દો કે કૌટુંબિક અદાલતે ઉપરોક્ત સિદ્ધાંતો લાગુ કરવાને બદલે, પક્ષકારોને નિયમિત રીતે DNA પરીક્ષણ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેના કારણે પ્રતિવાદી નં.2ના ગોપનીયતાના અધિકારને જોખમમાં મુકવામાં આવ્યો હતો, તે પણ તેની સંમતિ લીધા વિના,
આ કેસ 1994માં શરૂ થયો હતો, જ્યારે મહિલાએ હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ, 1956 હેઠળ ભરણપોષણનો દાવો દાખલ કર્યો હતો, જેમાં તે પુરુષની પત્ની હોવાનો દાવો કર્યો હતો તેની પુત્રી, 15 મહિનાની હતી, તેના માટે ભરણપોષણની માંગ કરી હતી. જયારે પુરુષે લગ્ન અને બાળકના પિતૃત્વનો ઇનકાર કર્યો હતો.

2010માં, માતાએ પુત્રીના જૈવિક પિતૃત્વ સ્થાપિત કરવા માટે કોર્ટ દ્વારા નિર્દેશિત ડીએનએ પરીક્ષણની માંગણી કરી હતી. વડોદરા ફેમિલી કોર્ટે મે 2012માં આ મંજૂરી આપી હતી, જેમાં લોહીના નમૂના લેવા અથવા પ્રતિકૂળ અનુમાન લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે હાઇકોર્ટ સમક્ષ આ આદેશને પડકાર્યો હતો, જેમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે માતાએ ડીએનએ પરીક્ષણ કરાવતા પહેલા તેના લગ્નની મૂળભૂત હકીકત હજુ સુધી સાબિત કરી નથી.

હાઇકોર્ટે 2012ના આદેશને રદ કર્યો, ડીએનએ પરીક્ષણ અરજી ફગાવી દીધી અને ફેમિલી કોર્ટને મુખ્ય દાવા સાથે આગળ વધવાનો નિર્દેશ આપ્યો. હાઇકોર્ટે સ્પષ્ટતા કરી કે તેણે પિતૃત્વ દાવાની વાસ્તવિક યોગ્યતાઓ પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *