કાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝર

કાલાવડ પંથકમાં ટ્રાફિક અને વાહનવ્યવહાર માટે સૌથી વધુ નડતરરૂૂપ બનેલા રણુજા ચોકડી વિસ્તારમાં આખરે નગરપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી રસ્તા પર…

કાલાવડ પંથકમાં ટ્રાફિક અને વાહનવ્યવહાર માટે સૌથી વધુ નડતરરૂૂપ બનેલા રણુજા ચોકડી વિસ્તારમાં આખરે નગરપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી રસ્તા પર થયેલા દબાણો દૂર કરવા માટે મંગળવારથી વ્યાપક ડિમોલિશન અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે.

નગરપાલિકા દ્વારા અગાઉથી જ આયોજનબદ્ધ રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રણુજા ચોકડી આસપાસ આવેલા 19 કોમર્શિયલ તેમજ રહેણાંક મકાનો અને દુકાનોના માલિકોને અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ મિલકતધારકોએ પણ તંત્રને સહયોગ આપતા સ્વેચ્છાએ દબાણરૂૂપ ભાગો દૂર કરવાની કામગીરી શરૂૂ કરી દીધી હતી.

ગઈકાલે આખો દિવસ દુકાનદારો અને મકાનમાલિકો પોતાના વેપાર-ધંધાનો સામાન, ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓ સલામત સ્થળે ખસેડવામાં વ્યસ્ત રહ્યા હતા, જેથી ડિમોલિશન દરમિયાન નુકસાન ટાળી શકાય. કાલાવડ નગરપાલિકાના ચીફ ઓફિસર નિકુંજ વોરાએ જણાવ્યું હતું કે, અગાઉ આપવામાં આવેલી નોટિસ બાદ લોકોએ સ્વેચ્છાએ સામાન ખસેડી લીધો છે અને હવે નગરપાલિકાની ટીમ દ્વારા નિયમ મુજબ ડિમોલિશનની કામગીરી શરૂૂ કરવામાં આવશે. રણુજા ચોકડી શહેરનો અત્યંત વ્યસ્ત વિસ્તાર હોવાથી દબાણો દૂર થયા બાદ ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે અને સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોને લાંબા સમયથી અનુભવાતી અવરજવર અને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *