માણાવદર તાલુકાના સરદારગઢમાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ આપઘાત

કુતિયાણામાં રહેતો યુવાન વાળના ધંધામાં ખોટ જતાં દેવામાં ડૂબી ગયો હતો. દેવામાં ડૂબેલા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી સરદારગઢ ગામે જઈ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી…

કુતિયાણામાં રહેતો યુવાન વાળના ધંધામાં ખોટ જતાં દેવામાં ડૂબી ગયો હતો. દેવામાં ડૂબેલા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી સરદારગઢ ગામે જઈ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કુતિયાણામાં આવેલા કે.ડી.પ્લોટ વિસ્તારમાં રહેતો હરેશભાઈ મનસુખભાઈ સોલંકી નામનો 28 વર્ષનો યુવાન માણાવદરના સરદારગઢ ગામે હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં સ્મશાનમાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં.

યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક હરેશ સોલંકી એક ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને તેમને સંતાનમાં એક પુત્રી છે. મુળ સરદારગઢના વતની અને હાલ કુતિયાણામાં રહેતાં હરેશ સોલંકી વાળનો ધંધો કરતો હતો.

જેમાં ખોટ જતાં તેણે પાંચ થી છ જેટલા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતાં. જે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી હરેશ સોલંકી પોતાના જ ગામમાં ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *