સગીર પુત્ર પાસે મજૂરી કામ કરાવવાની ના પાડતા કાકા પર ભત્રીજાનો ધોકાથી હુમલો

રાજકોટના કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટીની શેરી નંબર 02 માં રહેતા અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય મુકેશભાઇ મનુભાઇ ચેખલીયાએ આ…

રાજકોટના કુવાડવા રોડ પર ચામુંડા સોસાયટીની શેરી નંબર 02 માં રહેતા અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 54 વર્ષીય મુકેશભાઇ મનુભાઇ ચેખલીયાએ આ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુકેશભાઈના પરિવારમાં તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરાઓ છે, જેમાં સૌથી નાનો દીકરો યશ 15 વર્ષનો છે. ગત તારીખ 23 જૂન 2026 ના રોજ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં મુકેશભાઈના નાના ભાઈ અરવિંદભાઈના ઘરે મકાનના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે મુકેશભાઈનો 15 વર્ષનો નાનો દીકરો યશ ત્યાં ઈંટોના કટકા વગેરે કરવાનું મજૂરીકામ કરતો હતો. આ જોઈને મુકેશભાઈએ પોતાના ભાઈ અરવિંદ અને ભત્રીજા આશિષને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમનો દીકરો હજુ નાનો છે, તેથી તેની પાસે આવું કઠિન કામ ન કરાવે અને તેના બદલે કોઈ અન્ય મજૂર રાખી લે. આટલી સાદી અને સ્વાભાવિક વાત સાંભળતા જ ભત્રીજો આશિષ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો.

આશિષે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી પોતાના કાકા મુકેશભાઈ સાથે ગાળાગાળી કરીને ઝઘડો શરૂૂ કર્યો હતો અને તેમને પેટના ભાગે ઢીકા પાટુનો સખત માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ આશિષે ત્યાં પડેલો લાકડાનો ધોકો ઉઠાવીને મુકેશભાઈને આડેધડ માર માર્યો હતો. આસપાસના લોકો અવાજ સાંભળીને ત્યાં ભેગા થઈ જતાં તેમણે મુકેશભાઈને વધુ માર ખાતા બચાવ્યા હતા. પરંતુ જતા જતા આશિષે ગંભીર ધમકી આપી હતી કે જો ભવિષ્યમાં દીકરાને કામ કરવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ.

આ જીવલેણ હુમલા બાદ મુકેશભાઈને પેટમાં અસહ્ય અને સતત દુખાવો થતો હોવાથી તેઓ તાત્કાલિક રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલમાં આઉટડોર સારવાર લઈને પ્રાથમિક દવા સાથે ઘરે પરત ફર્યા હતા. પરંતુ ચાર-પાંચ દિવસ સુધી સતત દવા લેવા છતાં તેમના પેટના દુખાવામાં કોઈ જ રાહત ન મળતા અને તબિયત વધુ લથડતા, તેઓ 29 જૂનના રોજ ફરીથી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. હોસ્પિટલમાં તબીબી તપાસ અને વિવિધ રિપોર્ટ કરાવ્યા બાદ ડોક્ટરોને જાણવા મળ્યું હતું કે તેમને માર મારવાના કારણે પેટમાં આંતરડાના ભાગે અતિ ગંભીર ઈજાઓ થઈ છે.આ ગંભીર ઈજાઓને પગલે તબીબોએ તાત્કાલિક તેમનું જટિલ ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ ઘણા દિવસોની સઘન સારવારના અંતે તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સંપૂર્ણપણે સાજા થયા બાદ મુકેશભાઈએ વિલંબના કારણ સાથે 21 જુલાઈના રોજ પોલીસ સ્ટેશનમાં રૂૂબરૂૂ જઈને પોતાના ભત્રીજા આશિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *