બગસરાના જૂના વાઘણિયામાં તસ્કરોએ એક જ રાતમાં 10 મકાનો-દુકાનોના તાળા તોડયા

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં તસ્કરોએ એક જ રાતમાં 10થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ દુકાનો, રહેણાંક મકાનો અને રામજી મંદિર સહિતના…

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં તસ્કરોએ એક જ રાતમાં 10થી વધુ સ્થળોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ દુકાનો, રહેણાંક મકાનો અને રામજી મંદિર સહિતના સ્થળોએ તાળા તોડ્યા હતા, જેના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ ઘટનામાં ચાર લાખથી વધુની ચોરી થયાનું જાણવા મળ્યુ છે.

આ ઘટના બગસરા પંથકમાં પોલીસની નિષ્ક્રિયતા અને નાઈટ પેટ્રોલિંગના અભાવને કારણે બની હોવાનું મનાય છે. બુકાનીધારી તસ્કરો ગામની બજારમાં ફરતા હોવાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

ધારીના ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, જુના વાઘણીયા ગામમાં બેથી ત્રણ જગ્યાએ ચોરી થઈ છે, જ્યારે અન્ય સ્થળોએ માત્ર તાળા તૂટ્યા છે. આશરે 4 લાખ રૂૂપિયાની ચોરી થઈ હોવાનો અંદાજ છે. આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. પોલીસ પેટ્રોલિંગના અભાવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ચોરીના બનાવો વધી રહ્યા હોવાથી લોકોમાં નારાજગી વ્યાપી છે. સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને વર્તમાન ઙઈંની બદલી કરી કડક અધિકારીની નિમણૂક કરવા માટે રજૂઆત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *