ખંભાળિયાના ખોખરીમાં પવનચક્કીના 15.50 લાખના વાયર અને કોપર પ્લેટની ચોરી

ખંભાળિયાથી આશરે 28 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામે આવેલી પાવરીકા રીન્યુએબલ ઇન્ફ્રા પ્રા. લિ. ના પવન ચક્કીના ચોક્કસ લોકેશનની બહારના ભાગે આવેલો દરવાજો ખોલી, ગત…

ખંભાળિયાથી આશરે 28 કિલોમીટર દૂર મોટી ખોખરી ગામે આવેલી પાવરીકા રીન્યુએબલ ઇન્ફ્રા પ્રા. લિ. ના પવન ચક્કીના ચોક્કસ લોકેશનની બહારના ભાગે આવેલો દરવાજો ખોલી, ગત તા. 30 જૂનથી તા. 7 જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો અહીં રાખવામાં આવેલા રૂૂ. 15 લાખની કિંમતના ઇલેક્ટ્રીક વાયર તથા રૂૂ. 50 હજારની કિંમતની કોપર પ્લેટની ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કંપનીના મેનેજર સ્નેહલકુમાર ચંદુલાલ પટેલ (ઉ.વ. 39, રહે. મુળ વિજાપુર, જી. મહેસાણા) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે અજાણ્યા તસ્કરો સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. જે.ટી. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ધમકી
દ્વારકાના અંબુજા નગર વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક કામ કરતા નીલભાઈ રામજીભાઈ થોભાણી નામના 40 વર્ષના વેપારી યુવાને વર્ષ 2024 ના સમયગાળામાં દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સુનિલ રામલખનભાઈ નિશાદ નામના શખ્સ પાસેથી રૂૂપિયા પાંચ લાખની રકમ 15 ટકાના વ્યાજ દરથી લીધી હતી. આ પછી ફરિયાદી નીલ થોભાણીએ આરોપી સુનિલ નિશાદને કટકે કટકે રૂૂપિયા સાડા છ લાખ રોકડા તેમજ ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે પરત આપી દીધા હતા. તેમ છતાં પણ આરોપી શખ્સ દ્વારા ફરિયાદી યુવાન પાસે વ્યાજ સહિત રૂૂપિયા સાડા સાત લાખની રકમની માંગણી કરવામાં આવતી હતી. જેથી ફરિયાદી યુવાને વધારે વ્યાજ તથા રકમ આપવાની ના કહેતા આરોપીએ તેમને ફોનથી તેમજ રૂૂબરૂૂ બોલાવીને બળજબરીપૂર્વક રકમ કઢાવવા માટે હેરાન-પરેશાન કરવામાં આવતા હતા. આટલું જ નહીં, વ્યાજના પૈસાની માંગણી કરી, જો તે રૂૂપિયા નહીં આપે તો ફરિયાદી નીલભાઈને તેમજ તેમના અન્ય સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આને અનુલક્ષીને દ્વારકા પોલીસે બીએનએસની કલમ 308 (5) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

દારૂ
ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને દૂધની ડેરી ચલાવતા ખેંગાર ઉર્ફે રઘુ રામદે સંધિયા નામના 24 વર્ષના શખ્સને પોલીસે રૂૂ. 1,695 ની કિંમતની વિદેશી દારૂૂની 3 બોટલ સાથે ઝડપી લઇ, પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *