મહાનગરપાલિકા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત’ ઝુંબેશ દરમિયાન 104 ધંધાર્થી દંડાયા

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને “પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ” બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ,…

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને “પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ” બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 16/07થી 18/07 દરમિયાન ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ તથા વેચાણ અને ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી 29.2 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી કુલ 104 આસામીઓ પાસેથી રૂૂ 54,250/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત કામગીરી હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ. નાગરિકો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે તેઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો. શાકભાજી કે અન્ય ખરીદી માટે કાપડની થેલીઓનોજ આગ્રહ રાખવો. ભવિષ્યમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી અને જપ્તીની કામગીરી ચાલુ રહેશે. તેમ પર્યાવરણ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *