વિપક્ષે માગ્યો પ્રિ-મોન્સૂન કામગીરીનો હિસાબ: સ્ટાફ સિલેકશન અને કોલેજ મેનેજમેન્ટ બોર્ડમાં ‘અંગત’ માનીતાઓને ગોઠવી દેવાયા હોવાનો કોંગ્રેસનો આક્રોશ
જામનગર મહાનગરપાલિકાની વિવિધ પેટા સમિતિ ની રચના કરી તેમાં સાત-સાત સભ્યો ની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત બે ટીપી સ્કીમમાં હેતુફેર ની દરખાસ્ત ને પણ આજ ની સામાન્ય સભા માં મંજુરી આપવામાં આવી હતી.ટીપી સ્કીમ હેતુ ફેર ની દરખાસ્ત અંગે વિપક્ષે આકરી ચર્ચા કરી દરખાસ્ત પેન્ડિંગ રાખવા માંગ કરી હતી. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર મોનિકાબેન વ્યાસ ના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ડેપ્યુટી મેયર રાકેશ ડેર, કમિશનર દિપેશ કેડિયા સહિત ના અધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જેલમાં રહેલા વિપક્ષી કોર્પોરેટર અલ્તાફ ખફી એ પણ હાજરી આપી ચર્ચામાં ભાગ લીધો હતો.
સામાન્ય સભાની શરૂૂઆતમાં સાંસદ પૂનમબેન માડમ ના માતૃશ્રી નું અવસાન થતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પછી વિવિધ પેટા સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં પબ્લિક વર્કસ કમિટીમાં નિશાબેન શૈલેન્દ્રભાઈ અશ્વાર, મિથિલભાઈ મનુભાઈ માડમ, રમીલાબેન રવજીભાઇ કણજારીયા, રિધ્ધીશભાઈ વાસુરભાઈ ડેર, નીતાબા ગુલાબસિંહ જાડેજા, નીતાબા ભગીરથસિંહ જાડેજા, સંજયભાઈ ચતુરભાઈ દાઉદીયા. વોટર વર્કસ કમિટીમાં સુરેશભાઈ રામજીભાઈ કટારમલ, રાજુભાઈ હમીરભાઈ કરમુર, શિતલબેન અજયભાઇ વાઘેલા, યોગીતાબા દિલીપસિંહ જાડેજા, જયોત્સનાબેન હેમંતભાઈ પાંભર, બબીતાબેન મુકેશભાઇ લાલવાણી, નિશાબેન નરેશભાઇ ધવલ. સેનીટેશન કમિટીમાં મિલનભાઈ (મયુર) ચંદુભાઈ સભાયા, પ્રકાશભાઈ તેજાભાઇ રાઠોડ, કમળાબેન આલાભાઈ મકવાણા, સારાબેન ઉમરભાઈ ચમડીયા, ધર્મિનાબેન ગુણવંતભાઈ સોઢા, દીપકસિંહ અવધેશસિંહ ચૌહાણ, સંગીતાબેન અંશભાઇ ગુઢકા. લાઇટ કમિટીમાં રિધ્ધીશભાઈ વાસુરભાઈ ડેર, જયસુખભાઇ લાધાભાઇ ઢોલરીયા, હેતલબેન દિપેશભાઈ નકુમ, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા, શર્મિલાબેન જીતેન્દ્રભાઈ નંદા દિપકભાઈ રામજીભાઈ ત્રિમાલી અને નિશાબેન શૈલેન્દ્રભાઈ અસવાર, શહેરી ગરીબી સમાજ કલ્યાણ કમિટી માં ધનજીભાઈ નાનજીભાઈ કછેટીયા , સોનલબાબા મહાવીરસિંહ રાણા , બબીતાબેન મુકેશભાઈ લાલવાણી , ધર્મીનાબેન ગુણવંતભાઈ સોઢા , મિલનભાઈ (મયુરભાઈ) ચંદુભાઈ સભાયા , આલાભાઇ કાંધાભાઈ ભારાઈ અને આશાબેન નટવરભાઈ રાઠોડ, રમત ગમત અને સાંસ્કૃતિક કમિટી, હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, હેતલબેન ગીરીશભાઈ અમેથીયા, સુરેશભાઈ રામજીભાઈ કટારમલ, દર્શનભાઈ રાજેન્દ્રભાઈ શેઠ, નિર્મળાબેન કિશોરભાઈ વિસોરીયા, ધનજીભાઈ નાનજીભાઈ કછટીયા, સોનલબા મહાવીરસિંહ રાણા, ટાઉન પ્લાનીંગ અને માર્કેટીંગ કમિટી માં સુભાષભાઈ ગીરજાશંકર જોશી, ખ્યાતીબેન મયુરભાઈ મુંગરા, યોગેશભાઈ વીરજીભાઈ કણજારીયા, મિથિલભાઈ મનુભાઈ માડમ, નિકિતાબેન કેતનભાઈ કોટક, જયોત્સનાબેન હેમંતભાઈ પાંભર, રમીલાબેન રવજીભાઇ કણજારીયા.
આરોગ્ય અને ગાર્ડન કમિટીમાં નિકિતાબેન કેતનભાઈ કોટક, આશાબેન નટવરભાઈ રાઠોડ, નીતાબા ભગીરથસિંહ જાડેજા, રીટાબેન અશ્વિનભાઈ જોટંગીયા, જયસુખભાઈ લાધાભાઈ ઢોલરીયા, સુભાષભાઈ ગીરજાશંકર જોશી, જરીનાબેન હાજીભાઈ સુભણીયા, ડ્રેનેજ કમિટીમાં દીપકસિંહ અવધેશસિંહ ચૌહાણ, આલાભાઇ કાંધાભાઇ ભારાઇ, હેતલબેન ગીરીશભાઈ અમેથીયા, કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલા, મંજુબેન નરસીભાઇ બાંભણીયા, સારાબેન ઉમરભાઈ ચમડીયા, નીતાબા ગુલાબસિંહ જાડેજા, વાહન કમિટીમાં નિર્મળાબેન કિશોરભાઈ વિસોરીયા, શર્મીલાબેન જીતેન્દ્રભાઈ નંદા, ઇસ્માઇલભાઈ કાદરભાઈ માણેક, હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, મંજુબેન નરસીહભાઈ બાંભણીયા, હેતલબેન દિપેશભાઈ નકુમ, યોગેશભાઈ વીરજીભાઈ કણજારીયા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કમિટીમાં રીટાબેન અશ્વિનભાઈ જોટંગીયા, સંગીતાબેન અંશભાઈ ગુઢકા, નિશાબેન નરેશભાઇ ધવલ, મિથિલભાઈ મનુભાઈ માડમ, દર્શનભાઈ રાજેન્દ્રભાઈ શેઠ, અમરભાઈ ઈશ્વરભાઈ કનખરા, સંજયભાઈ ચતુરભાઈ દાઉદીયા, લીગલ કમિટી (સલાહકાર સમિતિ)માં સંજયભાઈ ચતુરભાઈ દાઉદીયા, અમરભાઈ ઈશ્વરભાઈ કનખરા, ઇસ્માઈલભાઈ કાદરભાઈ માણેક, સુરેશભાઈ રામજીભાઈ કટારમલ, સુભાષભાઈ ગીરજાશંકર જોશી, રીટાબેન અશ્વિનભાઈ જોટંગીયા, બબીતાબેન મુકેશભાઈ લાલવાણી, કોલેજ મેનેજમેન્ટ કમિટી માં મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ (મેયર હોદા ની રૂૂએ), કોલેજના પ્રિન્સીપાલ, આલાભાઈ કાંધાભાઈ ભારાઇ, દર્શનભાઈ રાજેન્દ્રભાઈ શેઠ, અમરભાઈ ઈશ્વરભાઈ કનખરા, ભાવેશભાઈ કાનાણી, અને ડિમ્પલબેન રાવલ.
સ્ટાફ સીલેક્શન સમિતિમાં મોનિકાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ (મેયર હોદાની રૂૂએ), રાકેશભાઈ (મુન્નાભાઈ) બાબુભાઈ ડેર (ડે.મેયર હોદાની રૂૂએ), ધીરેનકુમાર પ્રતાપરાય મોનાણી (ચેરમેન, સ્ટે.કમિટી હોદાની રૂૂએ), ખ્યાતીબેન મયુરભાઈ મુંગરા, રાજુભાઈ હમીરભાઈ કરમુર, રાજુભાઈ મનોજભાઈ યાદવ, યોગેશભાઈ વીરજીભાઈ કણજારીયા.
બેઠકમાં ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના અલ્તાફ ખફીએ તમામ નવનિયુક્ત સભ્યોને અભિનંદન પાઠવી, સ્ટાફ સીલેક્શન સમિતિ અને કોલેજ મેનેજમેન્ટ બોર્ડના સભ્યોની દરખાસ્ત સામે વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે આ સમિતિ અધિકારી કક્ષા ની છે તેમાં અંગતને ગોઠવી દેવામાં આવે તે યોગ્ય નથી અને દરેક સમિતિને આર્થિક 15 લાખની નાણાકીય સત્તા આપવા સામે પણ રજૂઆત કરી વધુ નાણાની સત્તા આપવા સૂચન કર્યું હતું.
જેલમાં રહેલ કોર્પોરેટરને પોલીસ જાપ્તા હેઠળ લવાયા
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી પણ હાજર રહ્યા હતા. જેમને જેલ માંથી ખાસ પોલીસ જાપ્તા હેઠળ જામનગર લાવ્યા હતા. અને તેમણે સામાન્ય સભા માં હાજરી આપીને ચર્ચામાં પણ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સાતેક માસ પહેલા બે કોર્પોરેટર વચ્ચે ના ઝઘડા માં એક કોર્પોરેટ ઉપર થયેલા હુમલામાં અલ્તાફ ખફી નું નામ ખુલવા પામ્યું હતું આ પછી તેની સામે પોલીસે ગુજસીટોકનો ગુનો પણ દાખલ કર્યો હતો. જે ગુનામાં તેઓ હાલ જેલમાં છે.
