ગાંધીનગરની મહિલા પ્રોફેસરને મેટ્રોમોનિયલ સાઇટ પર મૂરતિયો શોધવાનું ભારે પડ્યુ, 13 લાખની ઠગાઇ

ભુજના શખ્સ સાથે પરિચય થયા બાદ બેંક ખાતામાંથી 13 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા ગાંધીનગરની એક જાણીતી યુનિવર્સિટીની મહિલા પ્રોફેસરને મેટ્રિમોનિયલ સાઈટ પર મૂરતિયો શોધવાનું…

ભુજના શખ્સ સાથે પરિચય થયા બાદ બેંક ખાતામાંથી 13 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા

ગાંધીનગરની એક જાણીતી યુનિવર્સિટીની મહિલા પ્રોફેસરને મેટ્રિમોનિયલ સાઈટ પર મૂરતિયો શોધવાનું ભારે પડયું છે. ભુજના હિતેન ઠક્કર સાથે પરણવાના સપના જોતી આ મહિલા પ્રોફેસરે લગ્ન માટે પાતળા થવા ઓપરેશન કરાવ્યું અને સેવાના બહાને સાથે રહેલા હિતેને એને લાખ્ખો રૂૂપિયાનો ચૂનો લગાડતાં છેવટે મહિલા પ્રોફેસરે પોલીસનું શરણું લીધું છે.

ગાંધીનગરની એક સરકારી યુનિવર્સિટીમાં નોકરી કરતી 36 વર્ષીય મહિલા પ્રોફેસરે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે કે, એ પોતાના લગ્ન માટે બેટર હાફ એપ્લિકેશન પર લગ્ન માટે યોગ્ય મૂરતિયો શોધી રહી હતી, એમાં એનો પરિચય ભુજના આઇયા નગરમાં રહેતા હિતેન ઠક્કર સાથે થયો. હિતેને એક વર્ષ સુધી પહેલાં વોટ્સએપ ચેટ કરી અને પછી મહિલા પ્રોફેસરનો વિશ્વાસ કેળવ્યો, હિતેન ઠક્કર એના ઘરે આવતો-જતો હતો.

એક દિવસ એને શ્રીનાથજી દર્શન કરવા લઇ ગયો હતો, ત્યાં એને કહ્યુ કે, હું વજન ઉતારું તો વધુ સુંદર લાગું, એટલે મોટી ઉંમરે પરણવા નીકળેલી મહિલા પ્રોફેસરે પાતળા થવાનું બેરિયાટ્રિક ઓપરેશન કરાવ્યું, આ ઓપરેશન સમયે સેવા કરવા સતત એની સાથે રહેલા હિતેન ઠક્કરે પ્રોફેસર સૌમ્યાનો વિશ્વાસ જીતી લીધો, એના બેન્કના ખાતાના પાસવર્ડ લઇ લીધા અને એનું ઓપરેશન ચાલુ હતું, એ દરમ્યાન ટુકડે-ટુકડે 13 લાખ ઉપાડી લીધા. એ પછી એ મારા ઘરે આવતો હતો, પણ મને ખબર પડી કે મારા ફિક્સ ડિપોઝિટ વગેરેના પૈસા ઉપડી ગયા હતા.

હિતેન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો એણે મારો સંપર્ક કાપી નાખ્યો, છેવટે થાકી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર સાયબર ક્રાઇમના તપાસ અધિકારી કે.વી. ચૌધરીએ વાતચીતમાં કહ્યું કે, અમે આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે, હિતેનના બે એડ્રેસ છે એક ભુજ અને બીજું બેંગ્લોરનું છે, અમે બંને જગ્યાએ તપાસ કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં અમે એને પકડી પાડીશું. હિતેન ઠક્કરનો સંપર્ક સાધવા માટે પ્રયાસ કર્યો હતો, પણ મોબાઈલ ફોન બંધ હોવાથી સંપર્ક થઇ શક્યો નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *