ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ

ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સ અને ડસ્ટિંગની કામગીરી: ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવા જનરલ પ્રેક્ટિશનર્સ અને પીડિયાટ્રિશ્યન્સને સૂચના ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ…

ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સ અને ડસ્ટિંગની કામગીરી: ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવા જનરલ પ્રેક્ટિશનર્સ અને પીડિયાટ્રિશ્યન્સને સૂચના

ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમ સામે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં વિસ્તારોમાં સર્વેલન્સ અને ડસ્ટીંગની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનરલ પ્રેક્ટિશનર્સ અને પીડિયાટ્રિશ્યન્સને કોઈપણ બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાય, તો તુરંત તેની માહિતી આરોગ્ય તંત્રને આપવા સૂચના આપવામાં આવી છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (રેતી માખી) કરડવાથી ફેલાય છે અને તે 0થી 15 વર્ષના બાળકો માટે જોખમી છે. આ સેન્ડફ્લાય સામાન્ય માખી કરતાં ચાર ગણી નાની હોય છે, જે મચ્છરની જેમ જ ઈંડા અને ઈયળમાંથી પુખ્ત બને છે. આ માખી મુખ્યત્વે ઘરની અંદરની કે બહારની કાચીપાકી દીવાલોની તિરાડોમાં,ભેજવાળા વાતાવરણમાં, પશુવાડા, વાડા કે ખેતરના ખૂણાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારના ગાર-લીંપણવાળા ઘરોના છિદ્રોમાં રહે છે અને ત્યાં જ ઈંડા મૂકે છે.

ઘરની અંદર અને બહારની દીવાલોમાં રહેલી તમામ તિરાડો અને છિદ્રોને વ્યવસ્થિત રીતે પુરાવી દેવા જોઈએ, જેથી સેન્ડફ્લાય ત્યાં ઈંડા ન મૂકી શકે. ઘરમાં પૂરતો સૂર્યપ્રકાશ અને હવા-ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરવી તેમજ 15 વર્ષ સુધીના બાળકોને રાત્રે મચ્છરદાનીમાં જ સુવડાવવાનો આગ્રહ રાખવો. ઉપરાંત, બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા દેવા નહીં અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા જરૂૂરી છે. બાળકમાં આવા લક્ષણો જણાય, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરી સારવાર કરાવવા રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *