રાજકોટમાંથી પકડાયેલ રૂા.2 કરોડના નશીલા પદાર્થોનો નાશ કરાયો

શહેરમાં નાર્કોટીકસના 32 ગુનામાં કબજે લીધેલ ગાંજો, એમડી, બ્રાઉન સુગર અને કફ શીરપનો કચ્છ ખાતે અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી,…

શહેરમાં નાર્કોટીકસના 32 ગુનામાં કબજે લીધેલ ગાંજો, એમડી, બ્રાઉન સુગર અને કફ શીરપનો કચ્છ ખાતે અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો

રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, ખરીદ-વેચાણ અને સેવન કરનારા અસામાજિક તત્વો સામે પોલીસ પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક અને સઘન ઝુંબેશ અંતર્ગત એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા 2 કરોડ રૂૂપિયાના મુદ્દામાલનો કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો. કંપનીના ઇન્સિનેરેશન પ્લાન્ટ માં રાજકોટ શહેરના પોલીસ અધિકારીઓની હાજરીમાં કુલ 2 કરોડના માદક પદાથોનો નાશ કરવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત 17 જુલાઈ 2026ની સ્થિતિએ પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, શહેરમાં નોંધાયેલા નાર્કોટિક્સના કુલ 32 જેટલા ગુનાઓ અંતર્ગત ઝડપાયેલા ગેરકાયદેસર માદક પદાર્થોના જથ્થાને કાયદાકીય જોગવાઈઓ હેઠળ નષ્ટ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા જપ્ત કરાયેલા આ તમામ નશીલા દ્રવ્યોની કુલ કિંમત રૂૂ. 2,04,11,646 જેટલી થવા જાય છે.

આ કાર્યવાહીમાં જુદા જુદા ઓપરેશન અને દરોડા દરમિયાન પકડાયેલા રાસાયણિક તેમજ કુદરતી ડ્રગ્સનો સમાવેશ થાય છે. પકડાયેલા નશીલા પદાર્થોમાં કબ્જે કરાયેલા મુદ્દામાલમાં સૌથી વધુ જથ્થો ગાંજાનો જોવા મળ્યો છે. પોલીસ વિભાગ દ્વારા જુદા-જુદા ગુનાઓ હેઠળ કુલ 281.29757 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. આ આંતરરાજ્ય કક્ષાએથી ઘુસાડવામાં આવેલા જથ્થાની અંદાજિત બજાર કિંમત રૂૂ. 1,20 કરોડ અંકાયેલી છે.ઉપરાંત સામાન્ય ગાંજાની સરખામણીએ અત્યંત તીવ્ર, ઘાતક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘા ગણાતા હાઇબ્રીડ ગાંજો જે પેડલર્સ પાસેથી પકડી પાડવામાં આવ્યો હોય તેવો કુલ 195 ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત રૂૂ. 6,82,500 જેટલી થાય છે.જયારે આજકાલના યુવાધનને ખોખલું કરી રહેલા કૃત્રિમ કેમિકલ ડ્રગ્સ ’મેફેડ્રોન’ (એમડી) ના નેટવર્કને તોડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

શહેરમાંથી કુલ આશરે 459 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. રાસાયણિક રીતે અત્યંત શુદ્ધ એવા આ પ્રતિબંધિત જથ્થાની કિંમત રૂૂ. 35,73,480 નોંધાઈ છે. અતિ નશીલા અને કેન્દ્રીય ચેતાતંત્રને નુકસાન પહોંચાડતા પદાર્થોની શ્રેણીમાં આવતી બ્રાઉન સુગરનો આશરે 362 ગ્રામ જથ્થો વિવિધ ગુપ્ત ઓપરેશનો દરમિયાન જપ્ત કરાયો છે, જેની બજાર કિંમત રૂૂ. 18,12,950/- જેટલી ઊંચી છે. તેમજ રોયલવટી નામની શીલ બંધ પડીકી જે પણ આ શંકાસ્પદ કેટેગરી હેઠળ ગણવામાં આવે છે. તે કુલ 1.520 કિલોગ્રામ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની સત્તાવાર કિંમત રૂૂ. 880 દર્શાવવામાં આવી છે. આ સાથે મેડિકલ નશા અથવા પ્રવાહી નશા તરીકે ગેરકાયદેસર રીતે વેચાતી નશાકારક કફ સીરપની બોટલો પર કબજે કરવામાં આવી હોય તેમાં વિવિધ દરોડામાં કુલ 1326.2 લીટર વજન ધરાવતી, સંખ્યાની દ્રષ્ટિએ 13,262 નંગ કફ સીરપની બોટલો કબ્જે કરવામાં આવી છે. આ નશાકારક પ્રવાહી જથ્થાની કુલ કિંમત રૂૂ. 22,96,085 અંકાયેલી છે.

સમગ્ર આંકડાકીય વિશ્ર્લેષણ પર નજર કરીએ તો, કફ સીરપ સિવાયના તમામ ઘન માદક પદાર્થોનું કુલ વજન 283.83429 કિલોગ્રામ થાય છે. જ્યારે પ્રવાહી સ્વરૂૂપમાં રહેલી કફ સીરપનો જથ્થો 1326.2 લીટર (13,262 નંગ બોટલ) છે. આ તમામ નશીલા પદાર્થોની કુલ કિંમત રૂૂ. 2,04,11,646 થાય છે. આ આખી સામગ્રીને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂૂપે સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે ઉચ્ચ સ્તરીય મંજૂરી મેળવવામાં આવી છે. પકડાયેલા ચરસ, હેરોઈન અને ગાંજા જેવા નશીલા પદાર્થોને કમિટીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભઠ્ઠીમાં બાળીને અથવા પર્યાવરણના નિયમો જાળવીને વૈજ્ઞાનિક પદ્ધતિથી નષ્ટ કરવામાં આવે છે.

રાજકોટ પોલીસ દ્વારા નાશ કરવામાં આવેલ નશાકારક પદાર્થોની યાદી
ગાંજો: 281.29 કિલોગ્રામ (કિંમત રૂૂ. 1,20,45,754)
હાઇબ્રીડ ગાંજો: 0.195 કિલોગ્રામ (કિંમત રૂૂ. 6,82,500)
મેફેડ્રોન (ખઉ ડ્રગ્સ): 0.459 કિલોગ્રામ (કિંમત રૂૂ. 35,73,480)
બ્રાઉન સુગર (હેરોઈન): 0.362 કિલોગ્રામ (કિંમત રૂૂ. 18,12,950)
રોયલવટી પડીકી: 1.520 કિલોગ્રામ (કિંમત રૂૂ. 880)
નશાકારક કફ સીરપ: 1326.2 લીટર – 13,262 નંગ બોટલ (કિંમત રૂૂ. 22,96,085)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *