આવુ તો દેશ આખામાં RMCમાં જ જોવા મળે! આજી રિવર ફ્રન્ટ માટે ટેન્ડર પ્રક્રિયા 9 વર્ષથી ચાલે છે

આજી રિવર ફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટના નામે શાસક ભાજપ આજે આટલા વર્ષોથી મત લઇ જાય છે. છેલ્લા દોઢ દસકાથી બજેટમાં પણ આ પ્રોજેક્ટ…

આજી રિવર ફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટના નામે શાસક ભાજપ આજે આટલા વર્ષોથી મત લઇ જાય છે. છેલ્લા દોઢ દસકાથી બજેટમાં પણ આ પ્રોજેક્ટ મુકીને મધલાળ આપવામા આવે છે ત્યારે પ્રજાને કઇ રીતે મુર્ખ બનાવવામા આવે છે તેનો સતાવાર પર્દાફાશ આજે કોર્પોરેશનના જનરલ બોર્ડમાં સતાવાર રીતે થયો હતો. કોંગ્રેસના નગરસેવક મકબુલ દાઉદાણીએ આજી રિવર ફ્રન્ટમાં અત્યાર સુધી થયેલી કામગીરીનો હિસાબ માગ્યો હતો. ત્યારે વહીવટી વિભાગ તરફથી સિટી ઇજનેર પરેશ અઢિયાએ જવાબ આપ્યો હતો કે, ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લે નવ વર્ષ પહેલા ક્ધસલ્ટન્ટની નિમણુંક કરી ટેન્ડર પ્રક્રિયા શરૂૂ કરાઇ હતી. નવ-નવ વર્ષથી ટેન્ડર પ્રક્રિયા જ ચાલતી હોય તેવુ તો દેશ નહીં પણ દુનિયા આખામાં રાજકોટ મહાનગરપાલિકામાં જ જોવા મળે એ સાબિત થઇ ગયુ!

આજી રિવર ફ્રન્ટ યોજનામાં અત્યાર સુધી નદીમાં ઠલવાતા વોંકળાના ગંદા પાણીના નિકાલ માટે ઇન્ટર સેપ્ટર સિવેજ લાઇન નાખવામા આવી હોવાનો જવાબ સંબંધિત સિટી ઇજનેરે આપ્યો હતો. જો કે તેની સામે કોંગ્રેસના નગરસેવક મકબુલ દાઉદાણીએ તેનો ભાંડાફોડ કરતા કહ્યુ હતુ કે, ઇન્ટર સેન્ટર સિવેજ લાઇન કામ કરે છે એ જોવા તમે ક્યારેય બંધ ચેમ્બરની બહાર નીકળ્યા છો ખરા? મારી પાસે તો વિડિયોગ્રાફી સહિતના પુરાવા છે, ઇન્ટર સેપ્ટર સિવેજ લાઇન કામ કરતી નથી. નદીમાં નીકળતા વોંકળાઓના આઉટલેટની ગંદકી આજે પણ ઠલવાય છે. આ જવાબ સામે સિટી ઇજનેરની બોલતી ચુપ થઇ ગઇ હતી.

આવતા જનરલ બોર્ડમાં પ્રોગેસ રિપોર્ટ આપવા અધિકારીને મેયરનો કડક આદેશ
આજી રિવર ફ્રન્ટના પ્રથમ ફેઝમાં 80 ફૂટ રોડથી રામનાથ મહાદેવ મંદિર સુધીના એક કી.મી.માં કામ કરવા માટે ક્ધસલન્ટન્ટની નિમણુંક, અમદાવાદની એજન્સીને કામ અપાઇ ગયુ, વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે અને રૂૂ.250 કરોડના ખર્ચે પ્રાયમરી કામ થવાનુ છે તેવી દલિલો સિટી ઇજનેરે કરી હતી. મેયરે અધિકારીને કેવો સ્પષ્ટ આદેશ કર્યો હતો કે, આવતા જનરલ બોર્ડમાં પ્રોગેસ રિપોર્ટ રજૂ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *