મોરબીના આંદરણા ગામમાં બંધ મકાનમાંથી રૂા.7.36 લાખની ચોરી

આંદરણા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ નકુચો તોડી, તાળું બહાર કાઢી ઘરમાં પ્રવેશ કરી બંને રૂૂમના બંધ કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ…

આંદરણા ગામમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ નકુચો તોડી, તાળું બહાર કાઢી ઘરમાં પ્રવેશ કરી બંને રૂૂમના બંધ કબાટના લોક તોડી સોના ચાંદીના દાગીના, રોકડ અને ઘડિયાળ સહીત કુલ રૂૂ 7,36,900 ની મત્તા ચોરી કરી ગયા છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના આંદરણા ગામે રહેતા કમલેશભાઈ મેરામણભાઈ બોરાણા (ઉ.વ.50) વાળાએ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 16 ના રોજ પત્ની મધુબેનની તબિયત સારી ના હોવાથી ફરિયાદી તેમજ તેના ભત્રીજા શ્તીના કારમાં પત્નીને રાજકોટ હોસ્પિટલ લઇ ગયા હતા અને ભાઈ રાનભાઈને ઘરની દેખરેખ રાખવા માટે જણાવ્યું હતું તા. 178 ના રોજ વહેલી સવારે ફરિયાદીના ભાઈ રાણાભાઇનો ફોન આવ્યો કે ગત રાત્રીના મકાનમાં તાળું માર્યું હતું પણ ઘરનો અંદરનો દરવાજો ખુલ્લો છે અને ઘરમાં ચોરી થયાનું લાગતા તુરંત ઘરે આવ્યા હતા ઘરમાં જોતા અંદરનો દરવાજો ખુલ્લો હતો બંને ઘરના કબાટના લોક તોડી ચોરી કરવામાં આવી હતી.

ઘરના કબાટમાં રહેલ સોનાનો હાર અને બુટી, સેર અને ડોકિયું સવા ત્રણ તોલા, સોનાની પટ્ટી ચેઈન સવા તોલા, સોનાનું પેન્ડલ માતાજી ફોટો વાળા 2 નંગ એક તોલા, એક સોનાનું એક્કાની ડીઝાઇનવાળું પેન્ડલ અડધો તોલો, સોનાનો ચેઈન અડધા તોલાનો, ચાંદીના કડા 2 નંગ 500 ગ્રામ, સોનાનું મંગલસૂત્ર અઢી તોલા, ચાંદીનો કંદોરો 500 ગ્રામ, કંદોરાનો જુડો 250 ગ્રામ, સોનાની વીંટી, ચાંદીના પગના કડા, સોનાની બુટી 2 નંગ, સોનાનું માતાજીનું છતર 1 નંગ અને ટાઈટન કંપનીની ઘડિયાળ 1 નંગ તથા રોકડ રૂૂ 25 હજાર મળીને કુલ રૂૂ 7,36,900 ની મત્તા ચોરી કરી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

ટ્રક હડફેટે મૃત્યુ
મોરબીના ઘૂટું ગામે મારુતિનંદન સરકારી હાઈસ્કૂલ પાછળ રહેતા દેવજીભાઈ હરખજીભાઈ સનારીયા (ઉ.વ.76) વાળાએ ટ્રક આરજે 01 જીડી 2577 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 17 ન રોજ સવારના ખાટલા લેવા હોય જેથી સાઢુભાઈ નરભેરામભાઈ પાસે ગયા હતા અને બંને એકટીવા જીજે 03 ડીબી 2585 લઈને ઘૂટું નજીક આઈટીઆઈ કોલેજ પાસે ગયા હતા એકટીવા સાઢુભાઈ નરભેરામભાઈ ચલાવતા હતા અને પાછળથી ટ્રક ચાલકે એકટીવાને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ટ્રકનું આગળનું ટાયર સાઢુભાઈ નરભેરામભાઈના બંને પગમાં ફરી જતા બંને પગે ઈજા કરી માથાના ભાગે ઈજા કરી મોત નીપજાવ્યું હતું તેમજ ફરિયાદી દેવજીભાઈને પગે ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *